Western Times News

Gujarati News

ઉપલેટા નજીક બે કાર સામસામે અથડાઈ, એકનું મોત નિપજયું

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉપલેટા નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની આ ઘટના ઉપલેટા નજીક મોટી પાનેલી સીદસર રોડ પર ઘટી હતી. પાનેલી તરફ જતી રહેલ મારૂતિ વાન અને સીદસર તરફ જઈ રહેલી ક્રેટા કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં દસ જેટલા વ્યક્તિઓએને ઈજાઓ પહોંચી હતી જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.અકસ્માતની જાણ થતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે તુરંત દોડી આવી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોતાના દેવ સ્થાને દર્શન કરવા જઈ રહેલા પરિવારોનો પાનેલીના સીદસર રોડ પર અકસ્માત સર્જાયો.અકસ્માતમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ મારૂતિ વાનના ચાલક અતુલભાઈ રાવરાણી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે.

સારવાર દરમિયાન મોત થનાર વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જયારે અકસ્માતમાં અમુક વ્યક્તિઓને વધુ ઈજાઓ અને હાલત ગંભીર માલુમ પડતા જામનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.