આદિત્ય નારાયણને ત્યાં પુત્રીનો જન્મ, પરિવાર ખુશ
મુંબઈ, સિંગર-એક્ટર આદિત્ય નારાયણ અને પત્ની શ્વેતા અગ્રવાલ હવે પેરેન્ટ્સ બની ગયા છે. આદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલે દીકરીને જન્મ આપ્યો છે. આદિત્ય નારાયણે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, ૨૪ ફેબ્રુઆરીએ મુંબઈના જ એક નર્સિંગ હોમમાં પત્ની શ્વેતાએ દીકરીને જન્મ આપ્યો છે. આદિત્ય નારાયણે જણાવ્યું છે કે, તેની ઈચ્છા પૂરી થઈ છે. સાથે જ પિતા ઉદિત નારાયણની ખુશી સાતમા આસમાને હોવાનું કહ્યું છે.
પિતા બનેલા આદિત્ય નારાયણે કહ્યું, બધા મને કહેતા હતા કે દીકરો આવશે પરંતુ મારી દિલથી ઈચ્છા હતી કે અમારા ઘરે દીકરી જન્મે. હું માનું છું કે પિતા દીકરીની સૌથી નજીક હોય છે અને મારી નાનકડી પરી આવી ગઈ છે તેનો મને આનંદ છે. હું અને શ્વેતા ઈશ્વરના આભારી છીએ કે તેમણે અમને પેરેન્ટ્સ બનવાની તક આપી.
દીકરીના જન્મ સમયની ક્ષણ વાગોળતાં આદિત્ય નારાયણે કહ્યું, શ્વેતાની ડિલિવરી થઈ એ વખતે હું તેની સાથે હતો. મને ખરેખર લાગ્યું કે, બાળકને આ દુનિયામાં લાવવા જે બળ અને દૃઢતા જાેઈએ તે માત્ર મહિલાઓ પાસે હોય છે. શ્વેતા પ્રત્યને મારો પ્રેમ અને માન હવે બેવડાઈ ગયા છે. પ્રેગ્નેન્સી દરમિયાન અને બાળકના જન્મ વખતે મહિલા ઘણી યાતનામાંથી પસાર થાય છે.
સંગીત ક્ષેત્ર સાથે જાેડાયેલા પરિવારમાંથી આવતાં આદિત્યએ કહ્યું કે, તેની દીકરીની સંગીત સાથેની સફર શરૂ થઈ ગઈ છે. મેં તેને ગીતો ગાઈને સંભળાવવાના શરૂ કરી દીધા છે. મ્યૂઝિક તેના ડીએનએમાં જ છે. મારી બહેને તેને નાનકડું મ્યૂઝિક પ્લેયર ગિફ્ટમાં આપ્યું છે. જેના પર આધ્યાત્મિક મંત્રો અને નર્સરી રાયમ્સ વાગતી રહે છે. અમારા પરિવારમાં સંગીત વહે છે ત્યારે તેની પણ મ્યૂઝિકની સફર શરૂ થઈ ચૂકી છે.
જાેકે, છેવટે તો તેના પર છે કે મોટી થઈને તે શું બનવા માગે છે. મારા દાદી અને નાની તેમની પ્રપૌત્રીને જાેવા માટે ખૂબ ઉત્સાહિત છે. મારા પરિવારમાં મારી આસપાસ આટલી બધી મહિલાઓ હોવાથી હું પોતાને ભાગ્યશાળી માનું છું, તેમ આદિત્યએ ઉમેર્યું.
આસમાને છે. તેઓ સતત પૌત્રીને નાનકડી પરી કહી રહ્યા છે. આદિત્યએ આગળ કહ્યું, “મારા પિતાને સુખદ આશ્ચર્ય થઈ રહ્યું છે, તેઓ સતત અમારી દીકરીને નિહાળ્યા કરે છે અને તેને દેવદૂત કહે છે. શરૂઆતમાં તેઓ નાનકડી પરીને હાથમાં લેતાં ડરતાં હતા પરંતુ થોડા દિવસ બાદ મેં તેને તેમના ખોળામાં મૂકી અને પછી તેને રમાડવાનો આત્મવિશ્વાસ તેમના આવ્યો હતો.
મેં તેના ડાયપર બદલવાનું અને બીજી બધી જ ડેડી ડ્યૂટીઝ નિભાવવાનું શરૂ કરી દીધું છે. મારી દીકરીની આંખો મારા જેવી છે અને મને લાગે છે તે મહદઅંશે મારા જેવી દેખાય છે. આ સુંદર ભેટ આપવા માટે હું ઈશ્વરનો આભાર માનું છું.SSS