જથ્થાબંધ માર્કેેટ કરતા છૂટકમાં શાકભાજીનો ત્રણ ગણો ભાવ લેવાય છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વરસાદે વિદાય લેધી પણ શાકભાજીના ભાવ ઉતરવાને બદલે વધી રહ્યા છે. શાકભાજીના વેપારીઓ દલીલ કરી રહ્યા છે. વરસાદને લીધે પાકને નુકશાન થવાથી, ટ્રાન્સપોર્ટ આવતા શાકભાજીની આવક ઓછી થવાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.
શાકભાજીના જથ્થાબંધ વેપારીઓની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવે તો પણ જે ભાવ જથ્થાબંધ માર્કેેટમાં છે તેના કરતા છૂટક વેચનારા વેપારીઓ બેથી ત્રણ ગણો ભાવવધારો લેતા હોય છે. તેમનો ભાવ પર વિસ્તાર પ્રમાણે હોય છે. કારણ કે તેમના પર શાકભાજીના ભાવો લેવા પર કોઈ નિયંત્રણ નથી રહેતું.
તાજેતરમાં જ સર્વે કરતા જાણવા મળ્યુ હતુ કે જથ્થાબંધ માર્કેેટમાં મોટાભાગના શાકજીભાના ભાવ કિલોના રૂ.૩૦ થી ૪૦ વચ્ચે છે ત્યારે તેજ શાકભાજીના છૂટક બજારમાં રૂ.૧૦૦ થી ૧ર૦ લેવામાં આવી રહ્યા છે. દા.ત.કારેલાનો ભાવ રૂ.ર૦થી રપ ની વચ્ચે છે. તે જ કારેલા છૂટકમાં કિલોના રૂ.૮૦ થી ૧૦૦, કોથમીર ૩પ થી ૬૦ કિલો છે. તેનો ભાવ છૂટકમાં રૂ.૧રપ થી ૧પ૦ અને ક્યારેક તો ર૦૦ પણ થઈ જાય છે. લીંબુના ભાવ પણ જથ્થાબંધ બજાર કરતા બે થી ત્રણ ગણા વધારે લેવામાં આવતા હોય છે.
છૂટક શાકભાજી વેચનારાઓનું કહેવું છે કે જથ્થાબંધ માર્કેટમાંથી શાકભાજી લાવવાની મજુરી, તથ ત્યાં લાવતા વચ્ચે આપવી પડતી બક્ષીસ અને જા શાકભાજી પડી રહે અને બગડી કે સડી જાય તો તે નુકશાન પણ તેમને જ વેઠવું પડતું હોય છે. આમ, આચ બધી ગણતરી મુકી જથ્થાબંધ બજાર કરતાં વધારે હોય તે સ્વાભાવિક છે. લોકોનું ખાસ કરીને ગૃહિણીઓનું કહેવું છે કે સરકારે શાકભાજીના છુટક ભાવો પર નિયંત્રણ મુકવું જરૂરી છે. જેથી જે બેફામ ભાવો લેવામાં આવે છે તે અટકાવી શકાય.