યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભાગીને પોલેન્ડ પહોંચ્યા
કીવ, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ 9માં દિવસે પણ યથાવત છે. રશિયન સેનાએ ઝપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. અગાઉ પણ અહીં ફાયરિંગ થયું હતું, જેના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી.
રશિયાના સૈનિકોએ પ્લાન્ટના એડમિન અને કંટ્રોલ ઈમારતોને કબજે કરી લીધી છે. આ તરફ રશિયન સૈનિકો ચેર્નિહિવમાં 24 કલાકથી હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. આ હુમલાઓમાં 47 લોકોના મોત થયા છે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કી યુક્રેનની રાજધાની કીવના બંકરથી નીકળીને પોલેન્ડ ભાગી ગયા છે. આ એટલાં માટે મહત્વનું છે કે માત્ર બે દિવસ પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સાર્વજનિક રીતે કહ્યું હતું કે ઝેલેન્સ્કી જ્યારે ઈચ્છે ત્યારે તેમને યુક્રેનમાંથી એરલિફ્ટ કરવામાં આવશે. જો કે ઝેલેન્સ્કીએ તેના જવાબમાં કહ્યું હતું કે તેઓ કોઈ કિંમતે પોતાના દેશના લોકોને નહીં છોડે. જો કે હાલ તે સ્પષ્ટ નથી કે ઝેલેન્સ્કી CIAની મદદથી પોલેન્ડ પહોંચ્યા છે કે કોઈ અન્ય રીતે.