Western Times News

Gujarati News

દેશના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ એસએફ રોડ્રિગ્સનું અવસાન

નવી દિલ્હી, પૂર્વ સેનાધ્યક્ષ જનરલ એસએફ રોડ્રિગ્સનુ આજે નિધન થઈ ગયુ છે. તેમનો જન્મ ૧૯૩૩માં બોમ્બેમાં થયો હતો. તેઓ ૧૯૯૦થી ૧૯૯૩ સુધી ભારતીય સેનાના પ્રમુખ હતા. તેમણે ૮ નવેમ્બર ૨૦૦૪એ પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના વહીવટીતંત્ર તરીકે નિયુક્ત કરાયા હતા.

ભારતીય સેનાએ એક ટ્‌વીટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને ઈન્ડિયન આર્મીના તમામ રેન્કના જનરલે સુનીથ ફ્રાંસિસ રોડ્રિગ્સના દુખદ નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.

ભારતીય સેનાએ ટ્‌વીટ કરી કહ્યુ કે તેમને એક વિચારક અને રણનીતિકાર તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ પોતાની પાછળ રાષ્ટ્ર માટે અત્યંત સમર્પણ અને સેવાનો વારસો છોડી ગયા છે. રોડ્રિગ્સ ૧૯૪૯માં ભારતીય સૈન્ય અકાદમીના સંયુક્ત સેવા વિંગમાં સામેલ થયા અને ૨૮ ડિસેમ્બર ૧૯૫૨એ આર્ટિલરી રેજિમેન્ટમાં નિયુક્ત થયા. કેટલાક ક્ષેત્ર અને સ્વચાલિત આર્ટિલરી એકમોમાં સેવા આપ્યા બાદ તેમણે ૧૯૬૪માં આર્ટિલરીના એર ઓબ્ઝર્વેશન પોસ્ટમાં પાયલટ ટ્રેનિંગ માટે અરજી કરી અને આર્ટિલરી એવિએશન પાયલટ તરીકે યોગ્યતા પ્રાપ્ત કરી.

૧૯૬૪ અને ૧૯૬૯ ની વચ્ચે તેમણે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પર ૧૫૮ થી વધુ ફ્લાઇટ કલાકો રેકોર્ડ કર્યા. તેમાં ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન ૬૫ કલાકના કોમ્બેટ ફાઇટરનો સમાવેશ થાય છે.

બાદમાં તેમણે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજમાં ભાગ લીધો અને ૧૯૭૧માં નવો હોદ્દો સંભાળ્યો. પાકિસ્તાન સાથે ૧૯૭૧ના યુદ્ધ પછી વિશિષ્ટ સેવા માટે ‘વિશિષ્ટ સેવા ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.