ઈલેકટ્રીક વાહનો પેટ્રોલના વાહનો કરતા મોંઘા હશે તો ખરીદશે કોણ??!
ખાનગી બેકો સિવાય અન્ય બેંકો ફાયનાન્સ નહીં કરતી હોવાની ફરીયાદઃવાહનની કિંમતની ર૦ થી ૩૦ ટકા સબસીડી તમામને આપવા લાગણી
(પ્રતિનિધિ )અમદાવાદ, હાલમાં રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુધ્ધ ચાલી રહ્યુ છેે. પેટ્રોલ- ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં ભારે વધારો થાય એવી સંભાવનાઓ છે. યુધ્ધ સિવાયના સંજાેગોમાં પણ પેટ્રોલ-ડીઝલ કોઈને પોષાય નહી એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. વળી, ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને ટાળવા માટે ‘ઈલેકટ્રીક વાહન’ના વપરાશ પર ભારત જ નહી સમગ્ર વિશ્વમાં ભાર મુકવામાં આવી રહ્યો છે.
ભારતે તો આ દિશામાં શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ ઈલેક્ટ્રીક વાહન જાેઈએ એટલા સસ્તા નથી. લગભગ ૩૦ થી ૩પ હજારથી ટુ વ્હીલર ઈલેકટ્રીક વાહનની શરૂઆત થાય છે. સ્ટુડન્ટો માટે સબસીડી આપવામાં આવે છે. તેમ જાહેરાત પણ થઈ છે. પરંતુ જ્યારે ઈલેકટ્રીક વાહનને ‘પ્રમોટ’ રવામાં આવી રહ્યા હોય ત્યારે તે પરવડે એવા ભાવે બજારમાં ઉપલબ્ધ કરાવવા જાેઈએ.
સારા ટુ-વ્હીલર ઈલેકટ્રીક વાહન તો ૭૦ થી ૮૦ હજારની આસપાસ મળી રહ્યા છે. આવામાં વ્યક્તિ પેટ્રોલ વાહન ખરીદે કે પછી ઈલેકટ્રીક વાહન!! ખરેખર તો ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ નોકરીયાત વર્ગ વધારે પ્રમાણમાં કરતો થાય તે માટે સબસીડી આપવી જાેઈએ. લોકલાગણી તો એવી છે કે વાહનની કિંમતની ર૦ થી ૩૦ ટકાની આસપાસ સબસીડી આપવી જાેઈએ. એક ફરીયાદ પ્રજામાં એઠી રહી છે કે ઈલેકટ્રીક વાહનો પર બેંકો ફાયનાન્સ કરતી નથી.
માત્ર ખાનગી બેંકો જ ફાયનાન્સ કરે છે. તેથી અન્ય બેંેકો ફાયનાન્સ કરે તેવી લાગણી પ્રજામાંથી ઉઠી રહી છે. વળી, ૧૦૦ ટકા લોન મળે એવી પણ માંગ ઉઠી રહી છે.
સરકાર પણ જ્યારે રાજ્યમાં ‘ઈલેક્ટ્રીક વાહનનો વપરાશ વધે એવુ ઈચ્છી રહી છે ત્યારે આવી કેટલીક મહત્ત્વની માંગણીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. ઈલેકટ્રીક વાહનો સરળતાથી વ્યાજબી ભાવે મળે તો જ માર્કેટ ઉભુ થશે. બાકી ઈલેક્ટ્રીક વાહનોના ભાવ પેટ્રોલના વાહનો કરતા વધારે હશે તો ખરીદનાર વર્ગ મળવો મુશ્કેલ બનશે.