પત્રકારત્વ વ્યવસાય નથી પણ એક ઝનૂન છેઃ જાણીતા પત્રકારોનો સૂર
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પત્રકાર બનવા માંગતા યુવાઓને માર્ગદર્શન અપાયુ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ન્યુઝ, ન્યુઝ એન્ડ બિયોન્ડ’ વિષય પર ગુજરાતના જાણીતા પત્રકારોએ પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો.
જાણીતા પત્રકાર નિર્ણયકપુર, રોનક પટેલ, ગોપી ધાંધર, એન્કર-પત્રકાર- દેવાંગ ભટ્ટ, જીજ્ઞા રાજગોર જાેષીએ પોત-પોતાના મંતવ્ય વ્યક્ત કરીને જે યુવાઓ પત્રકાર બનવા માંગે છે તેમને માર્ગદર્શન આપ્યુ હતુ.
લગભગ તમામ પત્રકારોએ પત્રકારત્વ ક્ષેત્રે કારકીર્દી ઘડવા માંગતા યુવાઓને સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે જર્નાલીઝમ (પત્રકારત્વ) વ્યવસાય નથી. તે તમારૂ ઝનૂન છે. એક પાગલપનની હદ સુધી તમારે તેમાં ખુંપેલા રહેવું પડશે.
પત્રકાર ક્યારેય ઘડીયાળના ટકોરે કામ કરતો નથી.જાે તમારે સમય આધારીત ચાલવુ હોય તો પત્રકાર બનવા સિવાયની નોકરીની તલાશ કરવી જાેઈએ. પત્રકારે હંમેશા પોતાના વિષયની અંદર ઉંડા ઉતરીને તલસ્પર્શી અભ્યાસ કરીને સમાચાર કે સ્ટોરી આપવા જાેઈએ.
અડધી રાતે ફોનની ઘંટડી વાગે અને જાે તેને ઉપાડે નહીં તો તે પત્રકાર નથી. પત્રકારે ‘રાઉન્ડ ધ ક્લોક’ જાગૃત રહેવુ પડે છે. જાે કે આજકાલ યુવાપેઢી ઘડીયાળના કાંટે ચાલતી હોવાની વાત સૌ એ કહી હતી.
હાલમાં યુધ્ધ ચાલી રહ્યુ છે. ત્યારે અલગ અલગ ચેનલોમાં આવતા અહેવાલોનો અભ્યાસ કરીને તેને પોતાની રીતે મૂલ્યાંકન કરવુ જાેઈએ. ટી.વી. ચેનલોમાં એન્કર કે પત્રકાર બનવા માત્ર દેખાવ જ પૂરતો નથી.
તેની સાથે જુદા જુદા વિષયોમાં અભ્યાસની સાથે નિપુણતા કેળવવી જરૂરી છે. ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અસિત શાહ, પ્રદિપ જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.