ઈન્શ્યોરન્સ કંપનીના ઓફિસરને અપ્રમાણસર મિલ્કતના કેસમાં પતિને ૫, પત્નીને ૨ વર્ષની કેદ
અમદાવાદ, યુનાઈટેડ ઈન્ડિયામાં ડેવલપમેન્ટ ઓફિસર જગદીશ ભગવાન રાઉત અને તેમની પત્ની હિના જગદીશ રાઉતને અપ્રમાણસર મિલકતના કેસમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટના જજ સી.કે.ચૌહાણએ ગુનેગાર ઠરાવીને પતિને પાંચ વર્ષ અને પત્નીને બે વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
કોર્ટે આરોપી પાસે મળી આવેલ અપ્રમાણસર રૂ.૨૫ લાખ ૯૨ હજારની મિલકતો કેન્દ્ર સરકારને ટાંચમાં લેવા માટે નિર્દેશો આપ્યા છે. આ ચુકાદાની નકલ વલસાડના કલેક્ટરને મોકલી આપવા હુક્મ કર્યાે છે.
આ કેસની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાના ઉંમરગામમાં રહેતા યુનાઈટેડ ઈન્ડિયામાં ડેવલપમેન્ટ ઓફિસર ગ્રેડ-૧ તરીકે જગદીશ ભગવાન ફરજ બજાવતા હતા. જેમાં ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, વિવિધ વિભાગીય ક્ચેરીઓ પર પોસ્ટ અને એક જાહેર સેવક હતા. ૧લી જાન્યુ.૧૯૯૦થી ૪થી સપ્ટેમ્બર ૨૦૦૪ સુધી તેની પત્ની હિના સાથે મળીને અપ્રમાણસર મિલકતો વસાવી હતી.
જેની ગાંધીનગર સીબીઆઈ દ્વારા તપાસ કરીને વર્ષ ૨૦૦૯માં બંન્ને આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલતા સીબીઆઈના ખાસ એડવોકેટ શ્રીધર વિવેદીએ ૩૯ સાક્ષીઓ અને ૯૭ દસ્તાવેજાેના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે,
આરોપી દ્વારા મોટાપાયે ગેરરીતીઓ આચરીને અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું પુરવાર થયું છે. આરોપી જગદીશ રાઉત સામે બનાવટી દસ્તાવેજાે સહિતની કલમો હેઠળ ૨૦૦૯માં સીબીઆઈ કોર્ટમાં કેસ પુરવાર થયો છે. જેથી સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી જાેઈએ.
ત્યારબાદ કોર્ટે જગદીશ રાઉતને પાંચ વર્ષ અને તેમની પત્ની હિનાને બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.