Western Times News

Gujarati News

માતા પ્રભાસને પરણાવીને ઠરીઠામ થતો જોવા માગે છે

મુંબઇ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બાહુબલી એક્ટર પ્રભાસ મોસ્ટ એલિજિબલ બેચલરમાંથી એક છે. તેની ફિલ્મોની સાથે-સાથે પ્રભાસ આખરે ક્યારે લગ્ન કરશે તે જાણવા માટે પણ ફેન્સ આતુર રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રભાસના લગ્નને લઈને ઘણા રિપોર્ટ્‌સ સામે આવ્યા, પરંતુ તેમાંથી એક પણ સાચા સાબિત થયા નહીં. પ્રભાસ તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે શ્યામ’ની રિલીઝની તૈયારીમાં લાગેલો છે.

આ પહેલા પોતાની કેટલીક ફિલ્મોમાં એક્શન હીરોની ભૂમિકા ભજવી ચૂકેલો પ્રભાસ આ ફિલ્મમાં રોમેન્ટિક અંદાજમાં જાેવા મળશે. રાધે શ્યામ ૧૧ માર્ચે રિલીઝ થવાની છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રભાસે તેના લગ્ન અંગે વાત કરી હતી. પ્રભાસે તેણે પ્રેમને લઈને લગાવેલું અનુમાન ખોટું નીકળ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રભાસ ૪૨ વર્ષનો થઈ ગયો છે અને હવે તેના માતા પણ દીકરાના હાથ પીળા કરવા માગે છે.

તેણે જણાવ્યું હતું કે, લગ્નને લઈને ઘણીવાર વાત થતી રહે છે, જે સામાન્ય છે કારણ કે દરેક મા તેનું બાળક ઠરીઠામ થઈ જાય તેમ ઈચ્છે છે. પ્રભાસે કહ્યું હતું કે, ‘ઘણીવાર મારા માતા મને સેટલ થવા વિશે પૂછે છે. ફિલ્મ ‘બાહુબલી’ દરમિયાન મેં તેમને પહેલા આ ફિલ્મ કરી દેવા અને બાદમાં ઠરીઠામ થવા વિશે વિચારીશ તેમ કહ્યું હતું. પરંતુ હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી.

તેથી હું તેમને કહેતો રહું છું કે, તમે સ્ટ્રેસ ન લો, લગ્ન થઈ જશે. હું પણ લગ્ન કરવા અને સેટલ થવા માગુ છું, પરંતુ આમ ત્યારે જ થશે જ્યારે યોગ્ય સમય આવશે. ફિલ્મ ‘રાધે શ્યામ’ વિશે વાત કરતાં પ્રભાસે જણાવ્યું હતું કે, આ રોમેન્ટિક ફિલ્મ છે, જે એક લવ સ્ટોરી છે.

તેણે કહ્યું હતું કે, ફિલ્મમાં ઘણા ટિ્‌વસ્ટ અને ટર્ન્સ છે, જેને દર્શકો પસંદ કરશે. ફિલ્મમાં પોતાના પાત્ર અંગે પ્રભાસે કહ્યું હતું કે, તે ક્યારેય પણ કોઈ જ્યોતિષને મળ્યો નથી કે નથી હાથ દેખાડ્યો. તેણે કહ્યું હતું કે, તેને જીવનમાં નસીબ અને કમનસીબ પર વિશ્વાસ છે પરંતુ જ્યોતિષને હાથ દેખાડ્યો નથી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રાધે શ્યામ સિવાય પ્રભાસ સાથે ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ છે, જેમા તેની ઓપોઝિટમાં દીપિકા પાદુકોણ છે. આ સિવાય તે ‘આદીપુરુષ’માં પણ જાેવા મળશે. જેમાં ક્રીતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ પણ મહત્વના રોલમાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.