હૃતિક રોશનનો પરિવાર સબાનું ખૂબ ધ્યાન રાખે છે
મુંબઇ, બોલિવુડનો ગ્રીક ગોડ એટલે કે હૃતિક રોશન છેલ્લા કેટલાય દિવસોથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. હૃતિક રોશન એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. સબા અને હૃતિક એકબીજાની ખાસ્સા નજીક આવી ગયા છે.
થોડા દિવસ પહેલા જ સબાએ હૃતિકના પરિવાર સાથે લંચ લીધું હતું અને તેના પરિવાર સાથે વિતાવેલા રવિવારને શ્રેષ્ઠ રવિવાર ગણાવ્યો હતો. હવે સબા પોતાના ઘરથી દૂર છે ત્યારે તેને પરિવારની યાદ આવી રહી છે. ત્યારે સબાની આ ખોટ હૃતિકના પરિવારે પૂરી કરી છે.
સબાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે જે કહી આપી છે કે, હૃતિકનો પરિવારનું તેનું કેટલું ધ્યાન રાખે છે. સબાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરરીમાં પિઝા અને પાસ્તા સહિતની વાનગીઓનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. આ ભોજન સબાને હૃતિકના પરિવારે મોકલ્યું છે. આ માટે સબાએ તેમને ‘સૌથી સારા લોકો’ ગણાવ્યા છે. સબાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભોજનની તસવીર શેર કરતાં લખ્યું, જ્યારે તમને ઘરની યાદ આવે પરંતુ તમને ભોજન કરાવવા માટે સૌથી સારા વ્યક્તિઓ હોય. થેન્કી કંચન રોશન, સુરનીકા અને પશ્મિના રોશન.
થોડા દિવસ પહેલા જ હૃતિક રોશને સબાના અપકમિંગ કોન્સર્ટનો પ્રચાર કર્યો હતો. હૃતિકે ઈન્સ્ટાગ્રામ પર સબા અને વિવાન શાહ (નસીરુદ્દીન શાહનો દીકરો)ના કોન્સર્ટનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યું હતું. આ પરથી બંનેનું અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો. ગત મહિને જ સબાએ હૃતિક રોશનના પરિવાર સાથે સાઉથ ઈન્ડિયન ફૂડનો સ્વાદ માણ્યો હતો.
હૃતિકના કાકા અને કમ્પોઝર રાજેશ રોશને ફેમિલી લંચની તસવીર શેર કરી હતી જેમાં સબા પણ જાેવા મળી હતી. ફોટોમાં સબા હૃતિકના મમ્મી પિંકી રોશનની બાજુમાં બેઠેલી જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, હૃતિકે અગાઉ સુઝૈન ખાન સાથે લગ્ન કર્યા હતા.
તેમના બે દીકરાઓ છે હૃદાન અને રેહાન. સુઝૈન અને હૃતિકના ૨૦૧૪માં છૂટાછેડા થયા હતા પરંતુ આજે પણ તેઓ સારા મિત્રો છે અને બંને દીકરાઓને સાથે મળીને ઉછેરે છે. વર્કફ્રંટની વાત કરીએ તો સબા છેલ્લે વેબ સીરીઝ ‘રોકેટ બોય્ઝ’માં જાેવા મળી હતી. બીજી તરફ હૃતિક હવે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ફાઈટર’ અને સૈફ અલી ખાન સાથે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જાેવા મળશે.SSS