Western Times News

Gujarati News

લોકોને બહાર કાઢવા માટે યુક્રેન ગ્રીન કોરિડોર બનાવશે

કીવ, કીવ કૂચ કરી રહેલી રશિયાની સેના પોતાના રસ્તામાં આવનારા તમામ વિઘ્નોના જવાબમાં હવાઈ હુમલો કરી રહી છે. તોપનો મુખ તે તરફ રાખવામાં આવ્યું છે, જ્યાંથી રશિયાની સેના પર ગોળીબારી થઈ રહી છે. મહત્વનું છે કે જંગ વચ્ચે આજે ત્રીજા તબક્કાની વાર્તા પણ થઈ શકે છે. તો યુક્રેનમાં રાષ્ટ્રપતિ ભવનની સામે રોકેટથી હુમલો કરવામાં આવ્યો. તો રશિયાની સેનાએ ઓડેસામાં એક પુલને ઉડાવી દીધો છે.

યુક્રેને એકવાર ફરી યુદ્ધભૂમિથી લોકોને બહાર કાઢવા માટે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કહી છે. આ સાથે તે પણ કહ્યું કે, આ ત્યારે સંભવ છે જ્યારે રશિયા સીઝફાયર માટે રાજી થાય. યુક્રેનનું કહેવું છે કે સીઝફાયર વગર લોકોને યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢવા શક્ય નથી.

દસમાં દિવસે સતત રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ ભૂમિથી મોટા સમાચાર છે કે રાજધાની કીવમાં ફરી હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સતત લોકોને એલર્ટ રહેવાનું સાયરન વગાડવામાં આવી રહ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અમેરિકી ડેમોક્રેટિક અને રિપબ્લિકન સાંસદોની સાથે બેઠક કરશે. આ બેઠક વર્ચ્યુઅલ થશે. તેમાં ઝેલેન્સ્કી સંબોધન કરશે.

રશિયા સતત હુમલો કરી રહ્યું છે. જાણકારી પ્રમાણે એક સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર ૫૦૦ મિસાઇલ હુમલા કર્યાં છે. યુક્રેનમાં રશિયાના હુમલા બાદ ન માત્ર ઘણા દેશોએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે પરંતુ ઘણી કંપનીઓએ પણ રશિયા વિરુદ્ધ પગલા ભર્યા છે.

યૂટ્યૂબ, એપલ બાદ હવે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ પણ રશિયા વિરુદ્ધ ઉતરી છે. દક્ષિણ કોરિયાની આ કંપનીએ યુક્રેનની મદદ માટે ૬૦ લાખ ડોલર સીધા દાન કરવાનો ર્નિણય કર્યો છે. આ સિવાય ૧૦ લાખ ડોલરના કન્ઝ્‌યુમર ઇલેક્ટ્રોનિક્સ પણ માનવીય સહાયતાના રૂપમાં મોકલશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.