ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપનવેવ ગર્ડરનું લોકાર્પણ કરવામાં આવ્યું
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અભૂતપૂર્વ ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપન વેવગર્ડરનું સફળતાપૂર્વક લોકાર્પણ, કોઈપણ અડચણ વિના અને સલામતી અને સાવચેતી સાથે પૂર્ણ કરવામાં આવ્યું.
ચીફ પ્રોજેક્ટ મેનેજર અમદાવાદ શ્રી સંજય ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે, આ પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર (1045 મેટ્રિક ટન) ભારે અને 92 મીટર લાબું સિંગલસ્પેન ગર્ડર છે જેને ફરીદાબાદમાં બનાવવામાં આવ્યું હતું જેને ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું.
આવા ગર્ડરની લોન્ચ કરતા પહેલાં અને તે દરમિયાન થવાવાળી વિવિધ સમસ્યાઓનો સામનો કરી અને આ નોંધપાત્ર સિદ્ધિ સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી. આ એક સ્થળે લોન્ચ થનાર બે ગર્ડર માંથી પહેલું લોન્ચિંગ છે .
લોકાર્પણ દરમિયાન હાથ ધરવામાં આવેલા કેટલાક મુદ્દાઓ મહત્વપૂર્ણ:-
· વગર નોઝ ના 18 મીટર ના કેન્ટીલીવરની સાથે ગર્ડરનું લોન્ચિંગ
· ગર્ડર લોન્ચિંગ માટે કામચલાઉ યોજના અને ડિઝાઇનની તૈયારી
· લોન્ચિંગ દરમિયાન અલાઇમેન્ટને મેન્ટેઇન કરવાની સાથે સાથે વિંચેજના પ્રોપર મુવમેન્ટ ની ખાતરી કરવી
· કેન્ટીલીવર વાળા ભાગ ને પાર કર્યા પછી પ્રથમ બ્રિજ નોડનું ઉતરાણ ખૂબ જ મુશ્કેલ હતું જે સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
· વિંચેજની સમકાલીન મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને, ગર્ડરને એક સમાન ગતિએ યોગ્ય રીતે લોન્ચ કરી શક્યા.
આ તમામ મુદ્દાઓને પૂર્ણ કરીને, આ લોન્ચિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.