સાયબર એટેક બાદ યુરોપમાં મોટી સંખ્યામાં યુઝર્સનું ઈન્ટરનેટ ખોરવાયું

પેરિસ, યુક્રેન પર રશિયાના હુમલા બાદ શુક્રવારે સંભવિત સાયબર હુમલા બાદ યુરોપના હજારો યુઝર્સના ઈન્ટરનેટ બંધ થઈ ગયા છે. હજારો યુઝર્સની ઈન્ટરનેટ સેવા બંધ થવાના કારણે તેઓ ઓફલાઈન થઈ ગયા છે, ઈન્ટરનેટ સેવા બંધ થવાના કારણે કંપનીઓ સહિત અન્ય લોકોના કામકાજને અસર થઈ રહી છે.
ઓરેન્જ કંપનીના જણાવ્યા અનુસાર, ૨૪ ફેબ્રુઆરીએ બનેલી “સાયબર ઘટના”ને પગલે ફ્રાંસમાં લગભગ ૯,૦૦૦ ગ્રાહકોને તેમની પેટાકંપની નોર્ડનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જે એક અમેરિકન સેટેલાઇટ ઓપરેટર છે, અને તેના ગ્રાહકો છે.
બિગબ્લુ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની પેરેન્ટ કંપની યુટેલસેટે એએફપીને પુષ્ટિ આપી હતી કે જર્મની, ફ્રાન્સ, હંગેરી, ગ્રીસ, ઇટાલી અને પોલેન્ડમાં બિગબ્લુના ૪૦,૦૦૦ ગ્રાહકોમાંથી લગભગ ત્રીજા ભાગને વિયાસટ પરના આઉટેજથી અસર થઈ છે. યુ.એસ.માં વિયાસટે બુધવારે જણાવ્યું કે યુક્રેન અને યુરોપમાં અન્યત્ર “સાયબર એટેકે” કેટલાક ગ્રાહકોની ઇન્ટરનેટ સેવાને અસર કરી છે, જેઓ તેના દ્ભછ-જીછ્ સેટેલાઇટ પર ર્નિભર છે.HS