જો યુધ્ધ લાંબુ ચાલ્યું તો ડઝનબંધ દેશને ખાવાના સાંસા
નવી દિલ્હી, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે પણ તેની કિંમત દુનિયાએ ચૂકવવી પડશે. જો આ યુધ્ધ લાંબુ ખેંચાયું તો લગભગ એક ડઝન જેટલા દેશોમાં ખાવાના સાંસા થશે, ભોજન સંકટ પેદા થશે.
આયાતકરનાર દેશોની થાળીમાંથી ગાયબ થશે રોટી : અનેક દેશોમાં જ્યાં રશિયા અને યુક્રેનથી ઘઉંની નિકાસ કરવામાં આવે છે ત્યાં મોંઘવારી વધવા લાગી છે. જો પરિસ્થિતિ આવી જ રહેશેે તો બધા આયાત કરનાર દેશોમાં બે સમયની રોટી મળવી મુશ્કેલ થઇ જશે.
યમન તો પૂરેપુરું ખાદ્ય આયાત પર નિર્ભર છે. ઘઉંની 27 ટકા યુક્રેનથી અને રશિયાથી 8 ટકા ઘઉં ખરીદે છે.મિસર દુનિયાનો સૌથી મોટો ઘઉંની આયાત કરનાર દેશ છે. રશિયા અને યુક્રેન સૂરજમુખીના તેલ અને ઘઉંનો મુખ્ય પુરવઠો પૂરો પાડનારા પણ છે. કાહિરામાં લોટની કિંમતમાં 50 ટકા ઉછાળો આવ્યોછે.
જોકે યુધ્ધની ભારત પર કરોઈ અસર નહીં પડે કારણ કે ભારત રશિયા કે યુક્રેનથી ઘઉંની આયાત નથી કરતું. રશિયા અને યુક્રેનથી ભારત ખાદ્યતેલ અને ક્રૂડ ઓઈલ મંગાવે છે, તેની કિંમત પર જરૂર અસર પડી શકે છે. ભારતના કેટલાક વ્યવસાયી જ ઘઉંની આયાત કરે છે.