સેમસંગ કંપનીએ યુક્રેનને 6 મીલીયન ડોલરની સહાય કરી

કીવ, દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે યુક્રેન માટે છ મીલીયન ડોલરની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. કોરિયાની આ કંપનીએ 10 લાખના કન્ઝુયમર ઇલેક્ટ્રોનિક પણ યુક્રેનની સરકારને અને તેના સૈન્યને આપવાની ખાતરી આપી હતી.
સાઉથ કોરિયાની આ કંપની મેમોરી ચિપ્સ બનાવતી સૌથી મોટી કંપની છે અને રશિયામાં તે માર્કેટમાં 30 ટકા હિસ્સો ધરાવે છે તેમ છતાં પોતાના બિઝનેસની ચિંતા કર્યા વગર યુક્રેનની સાથે જવા નિર્ણય લીધો હતો.