Western Times News

Gujarati News

10 લાખથી વધુ રકમના ચેકનું પેમેન્ટ પીએનબી ખાતાધારકની પુષ્ટિ બાદ જ કલીયર કરશે

નવી દિલ્હી, જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) આગામી 4 એપ્રિલથી 10 લાખ રૂપિયા કે એથી વધુ રકમના ચેકના પેમેન્ટ માટે તે ચેક લખી આપનાર પાસે બે વખત ટેલી (પુષ્ટિ) કરાવશે, પછી જ ચેકનું પેમેન્ટ કરશે. પીએનબીએ મંગળવારે જણાવ્યું હતું કે મોટી રકમના ચેકના મામલામાં છેતરપીંડીની આશંકાથી બેન્ક ગ્રાહકોને બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

જે અંતર્ગત સકારાત્મક પેમેન્ટ સીસ્ટમ (પીપીએસ) ચાર એપ્રિલ 2022 થી ફરજીયાત થશે. બેન્કે રિઝર્વ બેન્કના દિશા નિર્દેશ અનુરૂપ 50 હજાર રૂપિયા કે તેનાથી વધુના સીટીએસ (ચેક ટ્રાન્જેકશન સિસ્ટમ) કલીયરીંગની વ્યવસ્થા એક જાન્યુઆરી 2021 થી લાગુ કરી હતી. સીટીએસ ઈલેકટ્રોનીક રીતે ચેક કલીયરીંગની વ્યવસ્થા છે.

જો કે આરબીઆઈએ કહ્યું છે કે આ સુવિધાનો લાભ ઉઠાવવો ખાતાધારક પર નિર્ભય છે, પરંતુ બેન્ક પાંચ લાખ રૂપિયા અને એથી વધુ રકમના ચેકના કલીયરીંગ માટે તેને ફરજીયાત કરવા પર વિચાર કરી શકે છે. પીએનબીએ કહ્યું હતું કે આગામી મહિનાથી એટલે કે 4 એપ્રિલથી 10 લાખ રૂપિયા કે તેથી વધુ રકમના ચેક માટે સકારાત્મક પેમેન્ટ સિસ્ટમ (પીપીએસ) ફરજિયાત કરાઈ છે.

સકારાત્મક પેમેન્ટ સિસ્ટમને ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ નિગમ (એનપીસીઆઈ)એ તૈયાર કરી છે. આ વ્યવસ્થા અંતર્ગત ઉચ્ચ મૂલ્યના ચેક ઈસ્યુ કરનાર ગ્રાહકોને કેટલીક જાણકારીની બે વાર પુષ્ટી કરાવવી પડે છે. તે વિગતના પેમેન્ટ માટે ચેકના નિકાલ પહેલા મેળવવામાં આવે છે. ગ્રાહકોએ પીપીએસ અંતર્ગત ઉચ્ચ મૂલ્યના ચેકના પેમેન્ટને લઈને ખાતા નંબર, ચેક નંબર, ચેક અલ્ફા કોડ, ઈસ્યુ કરવાની તારીખ, રકમ, લાભાર્થીનું નામ શેર કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.