૩૭૦૦થી વધુ ભારતીયોને યુક્રેને બળજબરીથી રાખ્યા છે

મોસ્કો, યુનાઈટે નેશન્સ દ્વારા બોલાવાયેલી ઈમરજન્સી મિટિંગમાં રશિયાએ ફરી આક્ષેપ કર્યો છે કે, રશિયાની સેના યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
રશિયાના યુએનના સ્થાયી પ્રતિનિધિ વાસિલિ નેંબેજિયાએ કહ્યુ હતુ કે, યુક્રેનના રાષ્ટ્રવાદી લોકોએ ૩૭૦૦ કરતા વધારે ભારતીય નાગરિકોને પૂર્વ યુક્રેનના ખારકીવ તેમજ સુમી શહેરોમાં બળજબરીથી રાખ્યા છે.
રશિયાએ કહ્યુ હતુ કે, ભારતીય વિદ્યાર્થીઓ સહિત વિદેશી નાગરિકોને યુક્રેનમાં બળજબરીથી રહેવા મજબૂર કરાઈ રહ્યા છે. આ આંકડો પણ ચોંકાવનારો છે.ખારકીવમાં ભારતના ૩૧૮૯, ચીનના ૨૦૨ અને વિયેતનામના ૨૭૦૦ નાગરિકો ફસાયેલા છે.આ સીવાય સુમીમાં ભારતના ૫૭૬ નાગરિકો, ઘાનાના ૧૦૧ નાગરિકો અને ચીનના ૨૦૧ નાગરિકો ફસાયેલા છે.SSS