મધર ડેરીના દૂધના ભાવમાં લિટરે બે રુપિયાનો વધારો
નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં દૂધની સૌથી મોટી સપ્લાયર મધર ડેરીનું દૂધ હવે મોંઘું થઈ ગયું છે. કંપનીએ દુધની કિંમતમાં લીટર દીઠ રૂપિયા ૨નો વધારો કર્યો છે.
પીટીઆઈના સમાચાર અનુસાર, દૂધની આ વધેલી કિંમત ૬ માર્ચ એટલે કે, રવિવારથી લાગુ થશે. આ અગાઉ અમૂલ દુધનો દેશભરમાં ૦૧ માર્ચથી ૨ રૂપિયા પ્રતિલીટર ભાવ વધી ચૂક્યો છે.
મધર ડેરીના દુધના ભાવમાં વધારા બાદ રવિવારથી ફુલ ક્રીમ દુધનો ભાવ પ્રતિલીટરે રૂ.૫૯ હશે. એ જ રીતે મધર ડેરીના ટોન્ડ દુધની કિંમત હવે ૪૯ રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે જ્યારે ડબલ ટોન્ડ દુધ ૪૩ રૂપિયા પ્રતિ લીટરના હિસાબે આવશે. મધર ડેરીના ગાયના દૂધની કિંમત હવે પ્રતિ લીટર રૂ. ૫૧ થશે અને મધર ડેરીના બૂથ પર ઉપલબ્ધ ટોન્ડ દૂધની કિંમત રૂ. ૪૪ને બદલે રૂ. ૪૬ પ્રતિ લીટર હશે.SSS