Western Times News

Gujarati News

૧રમી એ સરદાર પટેલ સ્ટેડીયમમાં યોજાનારા ખેલકુંભ ર૦રરની કામગીરી એએમસી ને સોંપાઈ

(એજન્સી)અમદાવાદ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આગામી તા.૧રમીના રોજ નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે યોજાનારા ઉદ્‌ઘાટન કાર્યક્રમની તમામ કામગીરી અને વ્યવસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ૧૦૦થી વધુ વરીષ્ઠ અધિકારીઓને સોપવામાં આવી છે.

આ વરીષ્ઠ અધિકારીઓમાં ડેપ્યુટી કમીશ્નરો, આસીસ્ટન્ટ મ્યુનિ. કમીશ્નરો અને ખાતાકીય વડાઓનો સમાવેશ થવા જાય છે. આ ખેલ મહાકુંભનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે કરવામાં આવનાર છે. તેથી રાજય સરકાર જીલ્લા કલેકટર સાથે સંલગ્નની કામગીરી ઉપરાંત વડાપ્રધાનના પ્રોટોકોલ સિકયોરીટી મેનેજમેન્ટ અને સંકલનની કામગીરી બે ડેપ્યુટી મ્યુનિ. કમીશ્નરનો આઈ.કે. પટેલ અને સી. આર ખરસાણને સોપવામાં આવી છે. જયારે સ્પોર્ટસ એસોસીએશને રમતવીરો, હાજર રાખવા અંગેની કામગીરી ડેપ્યુટી મ્યુનિ. કમીશ્નર જી.એચ સોલંકીને સુપરત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.