Western Times News

Gujarati News

PM મોદીએ ટિકીટ ખરીદી પૂણે મેટ્રોમાં મુસાફરી કરી

પુણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પુણેના પ્રવાસે છે. પીએમ મોદીએ પુણેમાં આજે અનેક પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યુ છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, પુણેએ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, આઈટી અને ઓટોમોબિલના ક્ષેત્રમાં પોતાની ઓળખ સતત મજબૂત કરી છે.

મોદીએ કહ્યુ કે, આધુનિક સુવિધાઓ પુણેના લોકોની જરૂર છે અને અમારી સરકાર પુણેની જનતાની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા કામ કરી રહી છે. આ પહેલાં પીએમ મોદીએ પુણેવાસીઓને મેટ્રોની ભેટ આપી હતી. મેટ્રો રેલ પરિયોજનાના ઉદ્‌ઘાટન સમયે તેમની સાથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. PM Narendra Modi travels from Garware College Metro station to Anand Nagar Metro station on Pune Metro, interacts with schools students on board the metro train

પીએમ મોદીએ યાત્રાના સમયે મેટ્રોમાં હાજર બાળકો સાથે વાતચીત પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ વચ્ચે બનેરમાં નિર્મિત ૧૦૦ ઈ-બસો અને ઈ-બસ ડેપોનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ ઉદ્‌ઘાટન સમારોહને સંબોધિત કરતા કહ્યુ કે, અમારી સરકારનો પ્રયાસ છે. Feel embarrassed that PM bought ticket but we didn’t: Devendra Fadnavis apologies for not buying ticket for inaugural ride on Pune Metro, offers payment

કે દરેક શહેરમાં વધુમાં વધુ ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક બસો, ઇલેક્ટ્રિક કારો અને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર હોય. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, સરકારનું ફોકસ છે કે દરેક શહેરમાં સ્માર્ટ મોબિલિટી હોઈ જે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એક કાર્ડને ઉપયોગમાં લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ કાર્ડનો ફાયદો તે થશે કે લોકો તેનાથી મેટ્રો અને બસોમાં સફર કરી શકશે.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યુ કે, ૨૦૧૪ સુધી માત્ર દિલ્હી-એનસીઆરમાં જ મેટ્રોનો વ્યાપક વિસ્તાર થયો હતો. બાકી શહેરોમાં મેટ્રોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યુ કે, આજે દેશના અનેક શહેરોમાં મેટ્રો ઓપરેશનલ થઈ ચુકી છે કે જલદી ચાલુ થઈ જશે. તેમણે કહ્યું કે, મેટ્રો પુણેમાં મોબિલિટીને સરળ કરશે અને પ્રદૂષણ ઓછુ કરવાની સાથે લોકોને લાભ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.