ધનસુરા માં મહાશિવરાત્રીના રોજ રાત્રિની ચાર પ્રહરની પૂજા યોજાઇ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં વિવિધ જગ્યાએ મહા શિવરાત્રિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રીના પર્વ ને લઈને ભક્તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવાલયોમાં દર્શન માટે ઉમટયા હતા ભક્તોએ ભગવાનનાં દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો હતો
અને ધન્યતા અનુભવી હતી ધનસુરા ખાતે પાંડવોના સમયનું પૌરાણિક દેવીયા મહાદેવનું મંદિર છે આ ઉપરાંત અહીં સ્વયંભૂ શિવલિંગ પણ છે જેથી દેવીયા મહાદેવ ના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટયા હતા.આ ઉપરાંત ધનસુરા માં આવેલ શુળપાણેશ્વર મહાદેવ ના મંદિરે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટયા હતા
સાથે અહી મહાશિવરાત્રી ને લઇ રાત્રિની ચાર પ્રહરની પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અતુલભાઇ પુજારી, મહેશભાઇ પુજારી. સહિત ભક્તો એ મહાશિવરાત્રી ના પર્વ નું આયોજન કર્યું હતું.તાલુકા ના શિવાલયો મહાશિવરાત્રી ના દિવસે હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠયા હતા ભક્તોએ દુધ,બિલીપત્ર અને ફૂલો ચઢાવી ભગવાનની પૂજા કરી હતી અને ધન્યતા અનુભવી હતી.