ગળતેશ્વરના અંબાવ દુધ ઉત્પાદક સહકારી મંડળી ના નવા મકાનનું ઉદ્ઘાટન કરાયું
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અંબાવ)ના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મંડળીની સ્થાપના તાઃ- ૨૬-૧૧-૧૯૬૬ના રોજ કરવામાં આવી હતી.
દુધ મંડળીના સક્રિય ચેરમેન શ્રી પટેલ અશ્વિન ભાઈ મણી ભાઈ અને સેક્રેટરી શ્રી પરમાર દિનેશભાઇ કનુભાઈ સેવા આપી રહ્યા છે. અમુલ ડેરીના ચેરમેન શ્રી રામ સિંહ પરમાર આ પ્રસંગે હાજર રહ્યા હતા.તેમનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
ત્યારબાદ દૂધ મંડળીની નવીન ઇમારતનું રીબીન કાપી ઉદ્ઘાટન અંબાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કલાવતીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે ૩૦૦૦ લીટરની કેપેસીટી ધરાવતા પ્લાન્ટનું પણ લોકા ર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર,તથા અંબાવ ગામના સરપંચ કલાવતી બેન પટેલ, અંબાવ ડેરીના ચેરમેન તથા સભ્ય શ્રીઓ તથા અંબાવ ડેરીના સભાસદો તેમજ અંબાવ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ ડેરીને સંબોધીને શ્રી રામસિંહ પરમાર દ્વારા પ્રવચન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદકોને ફાયદા થશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.