ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો સ્નેહમિલન સમારોહ યોજાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સમાજમાં લોકો વચ્ચે રહી વહીવટી તંત્ર તેમજ જનતા વચ્ચેની સેતુરૂપ ભૂમિકા ભજવનાર પત્રકાર પણ પોતાના પરિવાર માટે મહત્વપૂર્ણ કામગીરી કરતો હોય છે.કોરોનાકાળના બે વર્ષના લાંબા ગાળામાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની જવાબદારીનું પાલન કર્યું છે.
કોરોનાકાળના લાંબા સમય બાદ ભરૂચ શહેર અને જિલ્લાના પત્રકારોના પરિવાર માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નગર પાલિકા પાસે આવેલ સી.એમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ શહેર-જિલ્લાના પત્રકારો પોતાના પરિવાર સાથે મિલનમાં જાેડાયા હતા.
જેમાં હાલમાં જ યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા પત્રકારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના વર્ષ દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોની માહિતી મહામંત્રી જીતુ રાણાએ આપી હતી ત્યારબાદ વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર પત્રકાર મિત્રોનું સન્માન કરાયું હતું.ત્યારબાદ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ સક્રિય પત્રકાર સંધ ના સી એમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહ માં સંઘના પ્રમુખ ઈંદ્રિશ કાઉજી, કારોબારી અધ્યક્ષ નવીન પટેલ, પૂર્વ પ્રમુખો,વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર પત્રકાર સચિન પટેલનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું.સ્નેહ મિલન સમારોહમાં સહયોગ આપનાર તમામ મિત્રોને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.