Western Times News

Gujarati News

આલિયા ભટ્ટથી બેગણી છે રણબીર કપૂરની નેટ વર્થ! 

મુંબઇ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ, કેટરીના કૈફ અને વિકી કૌશલથી પણ વધુ બોલીવુડની ચર્ચિત જાેડી છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની. કમાણી અને કેમેસ્ટ્રીના મામલે પણ બંનેએ તમામ કપ્સને માત આપી છે.

બંને કપલ ૨૦૧૮થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એટલું જ નહીં આ કપલની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ રિલીઝ થવા માટે તૈયાર છે. સાથે જ એકબીજાના ફેમિલી ફંક્શન અને ગેટ ટુગેધરમાં પણ આ કપલ સાથે જાેવા મળે છે. જાે કે, આ કપલ ક્યારે લગ્ન કરશે એની જાણકારી તો હજુ સુધી સામે આવી નથી.

પરંતુ જ્યારે પણ લગ્ન થશે, ધમાકેદાર થશે. ખેર, આજે અમે આ કપલની નેટ વર્થ વિશે તમને જણાવીશું અને કેટલું તેઓ કમાય છે. રણબીર કપૂરની કુલ સંપતિ આલિયા ભટ્ટથી બેગણી છે. નવેમ્બર ૨૦૨૧માં રણબીર કપૂરની નેટ વર્થ લગભગ ૩૩૭ કરોડ હતી.

સ્વર્ગીય એક્ટર ઋષિ કપૂરનો દીકરો રણબીર કપૂર ભારતના હાઈએસ્ટ પેઈડ એક્ટર્સમાંનો એક છે. રણબીર કપૂર ફિલ્મો કરીને તો સારી કમાણી કરે છે પણ સાથો સાથ બ્રાંડ એન્ડોર્સમેન્ટથી પણ તેને ગણો ફાયદો થાય છે. પ્રાપ્ત રિપોર્ટ્‌સ મુજબ, રણબીર કપૂર એક એડ માટે લગભગ ૫ કરોડ રુપિયા ચાર્જ કરે છે.

રણબીર કપૂરની પાસે પોતાની મોટી અને મોંઘી કાર્સ પણ છે. જેમાં મ્સ્ઉ ઠ૬, લેક્સસ, મર્સડિસ બેન્ઝ જીએલ ક્લાસ, ઓડી આર૮ અને રેન્જ રોવર સહિત કેટલીક કાર્સ સામેલ છે. મ્સ્ઉ ઠ૬ની કિંમત આમ તો કરોડો રુપિયામાં છે. તો ઓડી આર-૮ની શરૂઆત જ ભારતમાં રૂપિયા ૨.૩૦ કરોડથી થાય છે. કાર્સ સિવાય રણબીર કપૂર પાસે ખુદનું મુંબઈના બાંદ્રામાં ઘર છે. જેની કિંમત અંદાજે ૩૦ કરોડથી વધુ છે.

રણબીર કપૂર બાદ આલિયા ભટ્ટની નેટ વર્થની વાત કરવામાં આવે તો તેની નેટ વર્થ ૧૫૮ કરોડ છે. ૨૦૧૨માં કરણ જાેહરે આલિયા ભટ્ટને લોન્ચ કરી હતી. હવે તે એક ફિલ્મ કરવા પર અંદાજે ૫-૮ કરોડ રુપિયાની કમાણી કરે છે. સાથે બ્રાંડ એન્ડોર્સમેન્ટ માટે તે ૧-૨ કરોડ રુપિયો ચાર્જ વસૂલ કરે છે. આ સિવાય આલિયા ભટ્ટ ઈવેન્ટમાં સામેલ થવા માટે રુપિયા ૩૦ લાખ જેટલાં લેતી હોય છે.

૨૦૧૯માં આલિયા પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું. જેનું નામ Eternal Sunshine Productions છે. આ સિવાય તેણે કિડ્‌સ ક્લોથિંગ બ્રાંડ Ed-a-mamma’ની પણ શરૂઆત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.