બહેન ઈશિતાના લગ્નમાં છવાઈ કિયારા અડવાણી
મુંબઇ, શનિવારે બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીની બહેન ઈશા અડવાણીના ફિયાન્સે કર્મા વિવાન સાથે લગ્ન યોજાયા હતા. ઈશિતા અડવાણી અને કર્મા વિવાને અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં હિંદુ વિધિથી સાત ફેરા લીધા હતા.
લગ્ન પહેલા મહેંદી અને હલ્દી સેરેમની કરવામાં આવી હતી તેમજ બેચલોરેટ તેમણે કોકટેલ પાર્ટી પણ કરી હતી. સોશિયલ મીડિયા પર ઈશિતા અડવાણીના લગ્નના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કિયારા અડવાણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
દુલ્હન બનેલી ઈશિતા અડવાણીએ લગ્નમાં પોપ્યુલર ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલો રેડ લહેંગો અને જ્વેલરી પહેરી હતી તો પીળા કલરના લહેંગા ચોલીમાં કિયારા અડવાણી સુંદર લાગતી હતી. કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બહેન ઈશિતા અડવાણી સાથેની એક તસવીર શેર કરી છે.
જેમાં અડવાણી સિસ્ટર્સની સાથે અનિસા મલ્હોત્રાને પણ જાેઈ શકાય છે, અનિસા મલ્હોત્રા અરમાન જૈનની (કરીના કપૂરનો ફોઈનો દીકરો) પત્ની છે. અનિસાએ યલ્લો કલરની લહેંગા ચોલી પહેરી છે. લગ્નના દિવસે બહેનને કોઈની નજર ન લાગે તે માટે આલિયાએ કાન પાછળ કાળો ટીકો કરી આપ્યો હતો. તે તસવીર પણ એક્ટ્રેસે શેર કરી છે. ઈશિતા અડવાણીના લગ્ન દરમિયાનના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે.
આ વીડિયોમાં તેની સુંદર એન્ટ્રી જાેઈ શકાય છે. ઈશિતા પર સફેદ ફૂલોથી બનેલી ચાદર રાખવામાં આવી છે, જે તેના ભાઈઓએ પકડી છે. બાદમાં તેના પિતા તેને હાથ પકડીને મંડપ સુધી લઈ જાય છે. અન્ય જે વીડિયો છે, તેમાં ઈશિતા અડવાણી અને કર્મા વિવાનની વચ્ચે આંતરપાટ રાખવામાં આવ્યો છે.
કર્માએ ઓફ-વ્હાઈટ કલરની શેરવાની પહેરી છે. અંતરપટ હટતા જ બંનેને એકબીજા સામે જાેઈને હસતા પણ જાેઈ શકાય છે. અનિસા મલ્હોત્રાએ ન્યૂલીવેડ ઈશિતા અડવાણી અને કર્મા વિવાનની તસવીર શેર કરી છે.
જેને ઈશિતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રી-શેર કરી છે . જેમાં તેનો પતિ તેને પ્રેમથી ચૂમતો જાેવા મળી રહ્યો છે. અનિસાએ આ સાથે બંનેને શુભેચ્છા પણ પાઠવી છે તેણે લખ્યું છે ‘તમે બંને મારા માટે કેટલા મહત્વના છો તે કહેવા માટે શબ્દો ક્યારેય પૂરતા નથી. બે સુંદર વ્યક્તિના મિલનનો અર્થ માત્ર એ જ છે કે દુનિયામાં વધારે સારાપણું જાેવા મળશે’.SSS