તૈમૂર સફેદ રંગના કુર્તા અને પાયજામામાં આરામ કરતો દેખાયો
મુંબઇ, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમૂર અલી ખાન બોલિવુડના સૌથી પોપ્યુલર સ્ટારકિડ પૈકીનો એક છે. તૈમૂર જન્મ્યો ત્યારથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. તૈમૂરની ક્યૂટનેસ હોય કે તેના લૂક્સ ફેન્સ તેના પર ફિદા થઈ જાય છે. એટલે જ તો જ્યારે પણ તૈમૂરની કોઈ તસવીર સામે આવે ત્યારે તે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય છે.
રવિવારે સૈફની બહેન સબાએ તૈમૂરનો એક ફોટો શેર કર્યો હતો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તૈમૂરની સરખામણી પરનાના રાજ કપૂર સાથે કરી રહ્યા છે.
સબા અલી ખાને તૈમૂરનો ફોટો શેર કર્યો છે જેમાં તે સફેદ રંગનો ઝભ્ભો અને પાયજામો પહેરીને આરામ કરતો જાેવા મળે છે. આરામ ખુરશીમાં તૈમૂરને મસ્તમૌલા થઈને બેઠેલો જાેઈને કહી શકાય કે તેનામાં ખરેખર શાહી પરિવારના જિન્સ છે. સફેદ કુર્તામાં તૈમૂર એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. આ ફોટો શેર કરતાં સબાએ લખ્યું, “મારા બોય્ઝ…છોટે નવાબ…માશાઅલ્લાહ…શાહી ઠાઠથી બેઠો છે ને?”
ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન પણ કેટલીયવાર કુર્તા-પાયજામા પહેરીને ફરતો જાેવા મળે છે. કુર્તા-પાયજામા સૈફ કર્મ્ફર્ટેબલ કપડાં છે અને તૈમૂરનો આ અંદાજ જાેઈને કહી શકાય કે તે પણ પિતાના પગલે ચાલી રહ્યો છે. તૈમૂરની આ તસવીર ફેન્સે ઢગલાબંધ કોમેન્ટ કરી છે.
કોઈ ફેન્સે તૈમૂરને ‘રોયલ કિંગ’ કહ્યો છે તો કેટલાક ફેન્સનું કહેવું છે કે તે મહાન એક્ટર રાજ કપૂર જેવો લાગે છે. ઉલ્લેખનીય છે કે, રાજ કપૂર તૈમૂરની મમ્મી કરીનાના દાદા પણ છે. વળી કેટલાક ફેન્સ તૈમરને પોતાનો રાજા ગણાવ્યો છે.
ફેન્સે તૈમૂરની સરખામણી પરનાના રાજ કપૂર સાથે કરી છે તો વળી સબાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પિતા મન્સૂર અલી ખાન પટૌડી અને તૈમૂરનો એક સરખો પોઝ આપતો ફોટો શેર કર્યો છે. સબાએ લખ્યું, “રોયલ્ટી વારસામાં મળી છે.
સબા અલી ખાન અવારનવાર યાદોના ખજાના રૂપી આલ્બમમાંથી પરિવારની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ફેન્સ પણ સૈફ-કરીના અને તેમના પરિવારની અગાઉ ના જાેયેલી તસવીરો જાેઈને ખુશ થઈ જાય છે. જણાવી દઈએ કે, સૈફ-કરીનાના મોટા દીકરા તૈમૂરનો જન્મ ડિસેમ્બર ૨૦૧૬માં થયો હતો. જ્યારે કપલ ગત વર્ષે બીજીવાર પેરેન્ટ્સ બન્યું છે અને તેમના નાના દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે.SSS