સ્કૂલો તો શરૂ થઈ, ક્લાસમાં ધ્યાન નથી આપી શકતા વિદ્યાર્થીઓ
અમદાવાદ, રેહાન (નામ બદલ્યું છે), જે ધોરણ ૯નો વિદ્યાર્થી છે તે કોવિડ-૧૯નું સંક્રમણ લાગશે તેવા ડરથી બ્રેક દરમિયાન બહાર જતી વખતે માસ્ક ઉતારવાનો ઈનકાર કરી દે છે. ધોરણ ૬ની વિદ્યાર્થિની અનિકા (નામ બદલ્યું છે) ક્લાસ દરમિયાન વચ્ચે કંઈક ખાવા માટે અથવા બહાર આંટો મારવાની રાહ જુએ છે.
૧૫ ફેબ્રુઆરીથી ફરિજયાત ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયાનું ૫મી માર્ચે, શનિવારે એક પખવાડિયું પૂરું થયું હતું. રાજ્યના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનો પ્રાથમિક સર્વે દર્શાવે છે કે, વ્યક્તિગત રીતે સ્કૂલોમાં ભણવામાં લગભગ બે વર્ષની ગેરહાજરીનું પરિણામ ઓછું ધ્યાન અને તેમની શીખવાની ક્ષમતાઓ વિશે આશંકા જેવી સમસ્યાઓમાં પરિણમ્યું છે.
બીજી તરફ મેન્ટલ હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે, સ્કૂલો ખુલવાથી બાળકોમાં સ્ક્રીન એડિક્શન અને ગુસ્સો/તણાવ જેવી સમસ્યાઓમાં નોધપાત્ર ઘટાડો થયો છે.
અમદાવાદની મેન્ટલ હેલ્થ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને સ્ટેટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના પ્રોગ્રામ અધિકારી ડો. અજય ચૌહાણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકોની સુખાકારી માટે મહત્વનું ઘટક રહેશે. અમે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ કેટલીક સ્કૂલોમાં હમણા જ પહેલ શરૂ કરી છે અને તેનું પરિણામ જાેવા માટે થોડો સમય લાગશે.
કેટલીક સ્કૂલોમાં સત્રની અંતિમ પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે’, તેમ તેમણે કહ્યું હતું. ‘આશરે ૯૦૦ ડોક્ટર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરશે અને જેમને સહાયની જરૂર પડશે તેમને ૧૪ મેડિકલ કોલેજાે અને ૪ મેન્ટલ હેલ્થ હોસ્પિટલોના નિષ્ણાતો પાસે મોકલી શકાશે.
કાઉન્સિલર જેઓ આ પહેલ સાથે જાેડાયેલા છે તેમણે કહ્યું હતું કે, કેટલાક બાળકો માટે લાંબા ક્લાસ એક સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું, કારણ કે તેઓ ક્લાસ દરમિયાન જ કંઈકનું કંઈક ખાવા અથવા ચેટ કે ગેમ રમવા માટે ગેજેટનો ઉપયોગ કરવા ટેવાયેલા હતા. કેટલાકને શીખવામાં પણ તકલીફ પડી રહી છે, કારણ કે ઓનલાઈનની જેમ ક્લાસમાં તેઓ પરિવારના સભ્યોની કોઈ મદદ લઈ શકતા નથી.
જાે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલો ખુલી જતા ખુશ છે. શહેરના મેન્ટલ હેલ્થ પ્રેક્ટિસનરોએ જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડીયામાં સ્ક્રીન એડિક્શન જેવી સમસ્યાઓમાં ઘટાડો થયો છે. શહેરના સાઈકિયાટ્રિસ્ટ ડો. કેવિન પટેલે કહ્યું હતું કે, જેઓ કાઉન્સેલિંગ માટે આવી રહ્યા છે તેમનામાં પણ સુવ્યવસ્થિત સમયપત્રકની સાથે મૂડ સ્વિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે.SSS