રસ્તામાં બાઈકચાલકની આગળ આવી ગઈ સિંહણ
રાજકોટ, વાહન ચલાવતી વખતે એકાએક કોઈ સામે આવી જાય અથવા તો કોઈ રોડ ક્રોસ કરતું હોય અને વાહનની આગળ આવી જાય અને આપણે એકાએક બ્રેક મારવી પડે તેવા કિસ્સા તો તમે સાંભળ્યા હશે અને જાેયા પણ હશે, પરંતુ જૂનાગઢના માંગરોળમાં એક બાઈકચાલક સાથે જે બન્યું તે કદાચ આજીવન નહીં ભૂલી શકે.
માંગરોળના વ્યસ્ત રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈકચાલકની આગળ કોઈ વ્યક્તિ, વાહન, ગાય, બકરી કે શ્વાન નહીં, એક સિંહણ આવી ગઈ હતી. સિંહણ એટલી ઉતાવળમાં રોડ ક્રોસ કરી રહી હતી કે બાઈકચાલક સ્લિપ થઈ ગયો. તે કંઈ સમજી શકે તે પહેલા તો તેણે જાેયું કે સિંહણે કૂદકો માર્યો અને નજીકના ખેતરની વાડ ઓળંગીને ગણતરીની સેકન્ડમાં તો ગાયબ થઈ ગઈ.
ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો જે જાેતજાેતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. માંગરોળમાં રહેતા લોકો જણાવે છે કે, આ વિસ્તારમાં અવારનવાર સિંહો આવતા હોય છે જેના કારણે ખેડૂતોને પણ પોતાના ખેતરમાં કામ કરતાં બીક લાગતી હોય છે, ખાસકરીને રાતના સમયે તેમનો ડર વધી જાય છે.
ખેડૂતો આ સમસ્યાથી એટલા પરેશાન છે કે તેમણે ચીમકી પણ આપી છે કે જાે વન વિભાગ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ વિરોધ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જાન્યઆરી મહિનામાં માંગરોળ તાલુકાના આજક ગામમાં સિંહ અને સિંહણની જાેડી આવી ગઈ હતી અને તેમણે ખેતરમાં કામ કરી રહેલા એક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
સ્થાનિકોએ તે સમયે કહ્યુ હતું કે, થોડા દિવસ સુધી સિંહ અને સિંહણ તેમના વિસ્તારમાં જ રોકાયા હતા. નોંધનીય છે કે તાજેતરમાં જ અમરેલીના રાજુલા શહેરમાં પણ સિંહ જાેવા મળ્યો હતો. વિશાળકાય સિંહ મુખ્ય રસ્તા પર ફરતો હતો અને ઘણાં ઘરો પાસેથી પસાર થયો હતો. સદ્દનસીબે તેણે કોઈના પર હુમલો નહોતો કર્યો.SSS