મહિલા PSIનો કોલર પકડી લાતો મારવા લાગી
અમદાવાદ, ઊલટા ચોર કોટવાલ કો ડાંટે આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના બાપુનગર વિસ્તારમાં જાેવા મળ્યો છે. જ્યાં પ્રોહીબિશનના ગુનામાં આરોપીને પોલીસ પકડી લાવતા મહિલાએ પોલીસ સ્ટેશન માથે લીધું અને પોલીસ સાથે ઝપાઝપી કરીને ધમકી આપતા મહિલા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં, પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એ. એન. પટેલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તે અને તેઓના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન સાંજે પાંચ વાગે બે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં આવી હતી અને તેમાંની એક મહિલાએ આવીને કહેવા લાગી હતી કે, મારા ભાઈ વીકી કોળીને કેમ લાવ્યા છો? જેથી PSI એ તેને જણાવ્યું હતું કે, વિકી કોળી સોનેરીયા બ્લોક ખાતે દારૂ પીને બીભત્સ વર્તન કરતો હતો અને તેના વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
.તેમ જણાવતા આ બંને મહિલામાંથી એક મહિલાએ બૂમાબૂમ કરી તમે વિકીને અવારનવાર ખોટો પકડો છો એમ કહીને PSI તેમજ પોલીસના અન્ય સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી. જેથી પોલીસે માથાકૂટ કરવાની મનાઈ કરતા મહિલાએ PSI સહિતના પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી અને છૂટાહાથની મારામારી કરી હતી.
એટલું જ નહિ આ મહિલાએ ઁજીૈંનો કોલર પકડી લાતો મારવા લાગી હતી અને ધમકી આપી હતી. તમે મારા ભાઈ પકડ્યો છે, તમે હવે કેવી રીતે નોકરી કરો છો તે હું જાેઈ લઈશ. અન્ય પોલીસ કર્મીઓએ આ મહિલાને પકડી તેનું નામ પુછતા છાયાબેન કોળી અમરાઈવાડી ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જાે કે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ એ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.SSS