અમેરિકામાં ચક્રવાતને કારણે ૩૦થી વધુ મકાનોને ભારે નુકસાન
વોશિગ્ટન, અમેરિકાના ડેસ મોઇનેસમાં ચક્રાવાતે ભારે તારાજી સર્જી હતી. જ્યારે બે બાળકો સહિત સાત લોકોના મોત નિપજ્યા હતા. મેડિસન કન્ટી ઇમર્જન્સી મેનેજમેન્ટ દ્વારા જારી માહિતી અનુસાર અનેક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ચક્રાવાત અમેરિકાના આ શહેર પર ત્રાટકે તે પહેલા અન્ય નાના દેશોમાંથી પસાર થયુ હતું. અમેરિકામાં આ ચક્રાવાતને કારણે સાત લોકોના મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાઇ છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
ચક્રાવાત ત્રાટક્યું તે સમયે પ્રતિ કલાક ૧૩૬ માઇલની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. આશરે ૩૦થી વધુ મકાનોને આ ચક્રાવાતે પોતાની લપેટમાં લેતા ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલાક મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વિજળી પણ જતી રહેવાથી લોકો અંધારામાં રહેવા મજબૂર થયા હતા. અગાઉથી જ આ ચક્રાવાતની ચેતવણી હવામાન વિભાગે જારી કરી દીધી હતી જેને પગલે જ્યારે તે ત્રાટક્યું ત્યારે લોકો પોતાના ઘરોમાં જ રહ્યા હતા. જેથી મોટી જાનહાની ટળી હતી.HS