Western Times News

Gujarati News

રાજયમાં ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ

પોરબંદર

રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ: ૧૩/૦૬/૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૬.૦૦ થી બપોરના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં જાફરાબાદ, ખાંભા,  તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલભીપુર મળી  કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત રાજયના ગારીયાધાર, ઉના, બરવાળા, માંગરોળ, ગીર ગઢડા, લીલીયા, સાવરકુંડલા, તાલાળા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, નસવાડી, નવસારી, ચોર્યાસી અને જલાલપોર મળી કુલ ૧૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.