હોળી-ધૂળેટી પર્વ પર GSRTC વધારાની ૩૦૦ બસ દોડાવશે
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં કોઈ પણ મોટો તહેવાર આવે છે ત્યારે મૂળ શહેરની બહારના નાગરિકો પોતાના વતનમાં પોતાનાઓની વચ્ચે ઉજવવાનું પસંદ કરતા હોય છે. કોરોનાના ત્રણ વર્ષ બાદ હોળી ધુળટીના તહેવારો પર એસટીવિભાગની બસોમાં ટ્રાફિક જાેવા મળશે.
જાણવા મળી રહ્યું છે કે હોળી ધુળટીના તહેવાર નિમિતે વધારાની ૩૦૦ બસો દોડાવવાનો ર્નિણય કરાયો છે. ૮ માર્ચથી ૧૬ માર્ચ સુધી વધારાની ૩૦૦ બસો રાજકોટ બસ સ્ટેન્ડમાંથી દોડાવવામાં આવશે. જ્યારે દાહોદ ગોધરા માટે સ્પે. ૨૦૦ બસો મૂકવામાં આવશે. શ્રમજીવી લોકોને વતન જવા માટે રાજકોટ બસ સ્ટેન્ડ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રાજ્યમાં ક્યાંય પણ વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. હોળી-ધુળેટીના પર્વને લઈને રાજકોટ સ્ટેન્ડ પર મોટા પાયે ભીડ જાેવા મળી રહી છે. ૦૮ માર્ચથી ૧૬ માર્ચ સુધી હોળીના આગલા દિવસોએ રાજકોટથી વધુ ૩૦૦ જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે.