આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે બ્રહ્માકુમારીઝ સંચાલિકા રાજયોગીની સુરેખાદીદીનો સેવાયજ્ઞ
અમદાવાદ, આજે ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલાદિન છે ત્યારે આ કહેતા આનંદની લાગણી થાય છે કે વિશ્વના ૧૩૦ કરતા વધુ દેશોમાં ૮૫૦૦ થી પણ વધુ સેવાકેન્દ્રો ધરાવતા બ્રહમાકુમારીઝ સંસ્થાનું સંપુર્ણ સંચાલન મા્ત્ર બહેનો દ્વારા થઇ રહયુ છે.
ત્યારે પંચમહાલ ,દાહોદ અને મહીસાગર જિલ્લાના આવા બ્રહમાકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનું સફળ સંચાલન રાજયોગિની બ્ર.કુ.સુરેખાદીદી ૧૯૬૯ થી માત્ર ૧૬ વર્ષની ઉંમરથી જ સંપુર્ણ ઇશ્વરીય સેવામાં સમર્પિત થઇ આધ્યાત્મિક સેવાકીય કાર્ય કરી રહ્યા છે.
વિશ્વ જયારે આજે મહિલાદિન નિમિત્તે સફળ મહિલાઓની વાત કરી રહયુ છે ત્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનું શિર ગૌરવથી ઉંચુ થઇ જાય તેવા સુરેખાદીદીના જીવન ઉત્કર્ષની વાતો જાેઇએ. ૧૯૮૦ માં દીદી ગોધરા ખાતે સેવાકેન્દ્રમાં સેવાકાર્ય અર્થે કાર્યરત થયા જે સેવાકેન્દ્ર વિશ્વકર્મા ચોક ગોધરા ખાતે હતું
અને માત્ર ગોધરા ખાતે થી જ જિલ્લાની સેવા થતી હતી. જે સેવાયજ્ઞનો સતત વિકાસ કરી હાલ આ સેવાકેન્દ્ર ૧૯૯૨ થી ભગવતનગર સોસાયટીમાં કાર્યરત છે. અને આજદિન સુધીમાં ત્રણે જિલ્લાઓમાં થઇ ૧૩ મોટા સેવાકેન્દ્રો અને ૮૦ જેટલી ગીતા પાઠશાળાઓ આધ્યાત્મિક સેવા કાર્ય અર્થે કાર્યરત છે. અને ૨૦૦૦ થી પણ વધુ રાજયોગી ભાઇ બહેનો ઘર ગુહસ્થ માં રહીને નિર વ્યસની, પવિત્ર, તનાવમુકત અને સહજ રાજયોગી જીવન જીવી રહયા છે.
સમાજમાં અનેક પ્રકારના તનાવ, ચિંતા, વ્યસન, કુરિવાજાે, સંબંધોમાં કડવાહટ, શારીરિક બિમારીથી પીડિત વ્યકિતઓને આધ્યાત્મિક રીતે જ્ઞાન આપી મનથી સશકત બનાવી શ્રેષ્ઠ અને દિવ્ય જીવન માટે રાજયોગ દ્વારા આ સંસ્થા જ્ઞાન આપી મનુષ્યમાંથી દેવત્વ પદ પ્રાપ્ત કરવાનો સંદેશ આપી રહી છે.
યોગી અને પવિત્ર જીવન જીવવાનો મંત્ર આપતી આ સંસ્થા આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપી રાજયોગ દ્વારા શાંતિ, આનંદ, પ્રેમ, ખુશી અને પવિત્રતા જેવા દિવ્ય ગુણોની અનુભૂતિ કરાવે છે. આજે આપણે માત્ર મહિલાદિન મનાવવાનો નથી પરંતુ આવી સફળ નારીશક્તિને ઉજાગર કરી તેમના જીવનમાંથી પ્રેરણા લઇ નારીશક્તિને જગાડવાની છે.
એક-એક આંગળીથી બનેલો પંજાે ઘણું જ શક્તિશાળી કામ કરી શકે છે. તેમ આપણે ઘણી બધી બહેનો/માતાઓએ ભેગા થઇ આ સમાજમાં વ્યાપેલ દુષણો/વિકારો/અજ્ઞાનને દુર કરવાના છે.
આજથી દરેક માતા સંકલ્પ કરે કે હું દરરોજ એક આત્માની જ્યોત જગાવીશ જ અને શિવપિતાનો સંદેશ આપીશ જ… તો કાંકરે કાંકરે પાળ બંધાય તેમ એક એક આત્મા કરીને સમાજ અને દેશ તેમજ વિશ્વનું પરિવર્તન ચોક્કસ થશે જ એમાં બે મત નથી જ.