હિન્દુ યુવાન માટે મુસ્લીમ યુવાને બ્લડ ડોનેટ કરી નવજીવન બક્ષ્યું
પાટણ, પાટણ નજીક હાઈવે માર્ગ પર ગતરોજ બાઈક અને ઓટોરીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા યુવાનને ઓપરેશન માટે જરૂરી ૦ નેગેટીવ બ્લડ માટે પાટણના ૧૦૮નાં પાયલોટ ગુલાબખાન બલોચ દ્વારા મુસ્લીમ યુવકને પોતાનું ૦ નેગેટીવ બ્લડ ડોનેટ કરવા પ્રેરણા પુરી પાડી હિન્દુ યુવાનને નવજીવન બક્ષ્યું હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ હરીભાઈ નારાયણભાઈ ઠાકોર રહે. દાંતીસણા ગઈકાલે પોતાનું બાઈક લઈને હાઈવે માર્ગ પરથીપસાર થઈ રહયાં હતાં. ત્યારે સામેથી આવતી ઓટોરીક્ષા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા હરીભાઈ ઠાકોરના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતાં તેઓને તાત્કાલીક સારવારઅર્થે ૧૦૮ મારફતે ધારપુર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે શહેરની કિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
જયાં ફરજ પરના તબીબ ડો.વિશાળ મોદી દ્વારા તાત્કાલીક ઓપરેશન કરવું પડે તેમ હોવાનું ઈજાગ્રસ્ત હરીભાઈ ઠાકોરનાં પરીવારજનોને જણાવ્યું હતું. પરંતુ ઈજાગ્રસ્ત હરીભાઈનાં શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતાં તેઓને તાત્કાલીક સારવારઅર્થે ૧૦૮ મારફતે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અને ત્યાંથી વધુ સારવાર માટે શહેરની કિષ્ના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પરના તબીબ ડો.વિશાળ મોદી દ્વારા તાત્કાલીક ઓપરેશન કરવું પડે તેમ હોવાનું ઈજાગ્રસ્ત હરીભાઈ ઠાકોરના પરીવારજનોને શરીરમાંથી પુષ્કળ પ્માણમાં લોહી જવાથી તેમનાં ઓપરેશન માટે લોહીની તાતી જરૂરીયાત ઉભી થવા પામી હતી.
પરંતુ હરીભાઈ ઠાકોરનું બ્લડગ્રુપ ૦ નેગેટીવ હોય જે બ્લડ પાટણ એક પણ બ્લડ બેંકમાં ઉપલબ્ધ નહી બનતાં હરીભાઈના પરીવારજનો વિમાસણમાં મુકાયાં હતાં ત્યારે આ બાબતે પાટણ ૧૦૮નાં પાયલોટ ગુલાબખાન બલોચને જાણ થતાં તેઓએ મુસ્લીમ સમાજ દ્વારા અગાઉ આયોજીત કરવામાં આવેલ
સર્વધર્મ બ્લડ કેમ્પના આયોજક અને સેવાભાવી મુસ્લીમ સી. બલોચ તથા અલીભાઈનો સંપર્ક કરતા તેઓ દ્વારા બ્લડ ડોનર લીસ્ટ ચેક કરતા યાસીન રફીકભાઈ ભટીયારા રહે. નામનાં કસાવાડો પાટણ નામનાં યુવાનનું બ્લડ ૦ નેગેટીવ હોવાનું જાણવાં મળતા ગુલાબખાન બલોચે તાત્કાલીક તેઓનો સંપર્ક કરી
પોતાનું બ્લડ ડોનેટ કરવા પ્રેરણા પુરી પાડતાં ઉપરોકત મુસ્લીમ યુવાને એક પણ મીનીટની રાહ જાેયા વિના પોતાનો કામધંધો પડતો મુકી તાત્કાલીક પોતાનું ૦ નેગેટીવ બ્લડ ડોનેટ કરી હરીભાઈ ઠાકોરને નવજીવન આપ્યું હતું.