Western Times News

Gujarati News

શામળાજી પોલીસે રાવતાવાડા નજીક મેક્સજીપમાંથી ૯૦ હજારનો દારૂ ઝડપ્યો

બાયડ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ની કડક અમલવારી ફક્ત કાગળ પર રહી છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂબંધી અંગેના નિવેદન પછી રાજ્યના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ આડકતરી રીતે ગુજરાત પોલીસ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી દારૂનાં હપ્તા જતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્ય પોલીસવડાએ દારૂબંધીની ચુસ્ત અમલવારી માટે પોલીસતંત્રને તાકીદ કરી છે પરપ્રાંતીય અને સ્થાનિક બુટલેગરો માટે આશીર્વાદ સમા રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે સઘન સુરક્ષા અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી રહી છે
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ટ્રકમાંથી ૧૪.૫૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવાના ગણતરીના કલાકોમાં રાવતાવાડા નજીકથી મેક્સજીપ માંથી ૯૦ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રાજસ્થાનના ડેડલી ગામ તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા પોલીસ ચેકીંગ જોઈ મેક્સજીપનો ચાલક રોડની બાજુમાં મેક્સજીપ મૂકી ફરાર થઈ જતા શામળાજી પોલીસે મેક્સજીપ (ગાડી.નં-ય્ત્ન.૦૪.મ્ઈ.૫૭૩૬ ) માં તલાસી લેતા ગાડી માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૮૪ કીં.રૂ.૯૦૦૦૦/- અને મેક્સજીપ કીં.રૂ.૩૦૦૦૦૦/- મળી કુલ રૂ.૩૯૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર જીપચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.