રખડતા અબોલ જીવ ને ખોરાક તથા સારવાર પૂરી પાડતી સંસ્થા

(પ્રતિનિધિ) ગાંધીનગર, શહેરમાં ઘણા અબોલ જીવ ફરી રહ્યા છે કે જેમની ઈજા થતાં જલ્દી તેમની સારવાર થઇ શકતી નથી તેમજ ઘણી વખત માર્ગો અને આસપાસના વિસ્તારમાં કણસતા જાેવા મળતા હોય છે ગાંધીનગર શહેરમાં અબોલ જીવ ને યોગ્ય આહાર મળી રહે તેમજ બીમારીના સમયે યોગ્ય સારવાર મળી રહે તે માટે એક ‘શેલ્ટર હોમ’ સરગાસણ માં બનાવવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષથી ધ ગોડસ ગિફ્ટ ફાઉન્ડેશન સરગાસણ ખાતે કાર્ય કરી રહી છે અબોલ પશુઓ મૃત્યુના પામી અને તેમની યોગ્ય રીતે સારવાર થાય તે માટે ટીમ દ્વારા રસ્તે રખડતા અબોલ જીવો અને શહેરમાં માર્ગોની આસપાસ રહેતા રખડતા જાનવરોનો ખોરાક પૂરો પાડવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
જેમાં છેલ્લા એક વર્ષથી ૮૦૦થી વધારે રખડતા પશુઓ જેવા કે ગાય પક્ષીઓ તથા કુતરાઓ ને ખોરાકની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અવારનવાર ઈજાગ્રસ્ત થતા પશુઓને સારવાર મળી રહે તે માટેની કામગીરી પણ કરાઈ રહી છે માર્ગો પર પસાર થતાં રખડતા પશુઓ અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે અને ઈજાગ્રસ્ત થતા હોય છે.
તેમાં ઘણી વખત પગમાં પણ ઇજાઓ થતી હોય છે આમાં પશુઓ માટે વિલચેર બનાવીને ઇજા પામેલા પશુઓ ની સહારો આપવામાં આવે છે બીજી તરફ શિયાળામાં કડકડતી ઠંડીમાં હું મળી રહે તે માટે ધાબળા કે ફાટેલા કપડા હોય તેનો ઉપયોગ કરીને રસ્તે રખડતા કૂતરાઓ તેમ જ તેમના માટે સ્વેટર બનાવીને પહેરાવવામાં આવે છે
જેથી ઠંડીમાં રક્ષણ મળી શકે અબોલ જીવોને રહેવાની માટે સુવિધા મળી રહે તે માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યુ છે અબોલ પશુઓને ભૂખ્યા-તરસ્યા જાેયા ત્યારે આ યુગલોને થયું કે આપણા દેશમાં કેટલાય અબોલ પશુઓ હશે જેમને આપણી જરૂર છે ત્યારથી આ સૌ ભેગા મળીને અબોલ પશુઓને ખોરાકની વ્યવસ્થા કરી હતી
તેમજ બીમાર કે ઈજાગ્રસ્ત પશુઓની સારવાર કરતા હતા ત્યારબાદ તેમણે ધ ગોડસ ગિફ્ટ ફાઉન્ડેશન ની રચના કરી જેમાં હજારો રખડતા પશુઓ તેમજ પાલતુ પશુઓ બીમાર પડે તો તેને નિશુલ્ક સારવાર આપી શકે આ ફાઉન્ડેશન નો હેતુ એ છે કે સ્ટ્રીટ ડોગ્સને સારું જીવન આપી શકે
અબોલ પશુઓને રક્ષણ આપવાનું ખોરાક આપવાનું અને તેની સારવાર કરીને તેને બચાવવાનો ઉદ્દેશ છે કડકડતી ઠંડી ગરમીમાં કે વરસતા વરસાદમાં ફોરમ બેન અને વિરાજ ભાઈ ખડે પગે ઊભા રહીને રાતદિવસ અબોલ પશુઓને જીવના હિત માટે કાર્ય કરી રહ્યા છે
ઇજાગ્રસ્ત થયેલા પશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવાની સાથે સાથે ખોરાકની સુવિધા નિયમિત મળે તે માટે અભિયાન શરૂ કર્યું છે અબોલ પશુઓ મૃત્યું પામે અને તેમની યોગ્ય રીતે સારવાર થાય તે માટે ટીમ દ્વારા રસ્તે રખડતા અબોલ જીવો અને શહેરના માર્ગ ની આસપાસ રહેતા રખડતા જાનવરોનો ખોરાક પૂરો પાડવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે
જેના ભાગરૂપે હાલમાં ૮૦૦ જેટલા રખડતાં પશુઓને ખોરાકની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે માર્ગો પર પસાર થતાં રખડતા પશુઓ વારંવાર અકસ્માતનો ભોગ તેમજ ઇજાગ્રસ્ત થતા હોય છે તેમાં ઘણી વખત પગમાં ઇજા થતી હોય છે આવા પુરુષો માટે વિલચેર બનાવીને ઇજા પામેલા પશુઓ ને સહારો આપવામાં આવે છે
ધ ગોડસ ગીફ્ટ ફાઉન્ડેશન અમે આવા અબોલ જીવ ની સહાય માટે સદાય હાજર છીએ અને અમે તેમને ફ્રી સેવા આપીએ છીએ તે માટે અમારો મો. નં. ૯૦૧૬૯૪૫૧૮૬ ઉપર સંપર્ક કરવો.