એવોર્ડ શોના રેડ કાર્પેટ પર થઈ બબીતાજી-જેઠાલાલની મુલાકાત
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના આમ તો બધા જ કલાકારો પોપ્યુલર છે પરંતુ બે પાત્રો ખૂબ પ્રખ્યાત થયા છે. એક છે જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જાેષી અને બીજું પાત્ર છે બબીતાજીનું જેને ભજવે છે એક્ટ્રેસ મુનમુન દત્તા. જેઠાલાલના દિલમાં બબીતાજી માટે કૂણી લાગણીઓ છે એ તો સૌ કોઈ જાણે છે.
બબીતાજી અને જેઠાલાલની મિત્રતા અને તેમને સ્ક્રીન પર સાથે જાેવાની દર્શકોને ખૂબ મજા પડે છે. હાલમાં જ ITA અવોર્ડ યોજાયા હતા. જ્યાં રીલ લાઈફનો સંયોગ રિયલ લાઈફમાં જાેવા મળ્યો હતો. રેડ કાર્પેટ પરનો દિલીપ જાેષી અને મુનમુન દત્તાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અવોર્ડ શોમાં પહોંચ્યા બાદ દિલીપ જાેષી મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપી રહ્યા હતા.
એ વખતે મુનમુન દત્તા તેમને જાેઈને ત્યાં આવે છે. પછી બંને હાથ મિલાવે છે અને થોડી વાતો કરે છે અને ત્યારબાદ સાથે ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ આપે છે. આ દરમિયાન ટીવીની આ જાેડીને જાેઈને લોકો પણ જેઠાલાલ-બબીતાજી કહીને બૂમો પાડવા માંડે છે.
વાયરલ થઈ રહેલા વિડીયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ પણ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સે કોમેન્ટ કરતાં લખ્યું, ‘જેઠાલાલ શરમાઈ રહ્યા છે.’ બીજા એક યૂઝરે લખ્યું, ‘શું વાત છે’. અન્ય એક યૂઝરે લખ્યું, ‘અરે ટપ્પુના પપ્પા.’ અન્ય એક યૂઝરે લખ્યું, ‘જેઠાજી અહીં પણ ફ્લર્ટ’. સામાન્ય રીતે રેડ કાર્પેટ પર કો-એક્ટર્સ કે અન્ય કલાકારો એકબીજાની નજીક ઊભા રહીને પોઝ આપતા હોય છે.
પરંતુ દિલીપ જાેષી અને મુનમુન દત્તા વચ્ચે થોડી જગ્યા છોડીને ઊભા હતા. ત્યારે એક યૂઝરે લખ્યું, ‘રીલ લાઈફમાં આમનો એવો સંબંધ છે અને રિયલ લાઈફમાં બંને અસહજતા અનુભવી રહ્યા છે.
દિલીપ જાેષી અને મુનમુન દત્તા વચ્ચે સન્માનનીય સંબંધ છે. તેઓ કો-એક્ટર્સ છે છતાં મર્યાદા સારી રીતે સમજે છે. રેડ કાર્પેર્ટ પર દિલીપ જાેષીએ ફ્લર્ટ નહોતું કર્યું છતાં લોકો તેમના પાત્ર સાથે સાંકળીને કોમેન્ટ કરી રહ્યા હતા.
આ અવોર્ડ શોમાં રાખી સાવંત, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, નિયા શર્મા, મિકા સિંહ, રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, હર્ષદ ચોપડા, પ્રણાલી રાઠોડ વગેરે જેવા કેટલાય ફિલ્મી અને ટીવી જગતના સિતારા આવ્યા હતા.SSS