અધિકારી પત્નીના નામે આવક કરતા વધુની સંપત્તિ ખરીદી
અમદાવાદ, સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આવક કરતા વધારે સંપત્તિ રાખનારા દંપતીના ભ્રષ્ટાચારના કેસમાં એક સરકારી અધિકારી અને તેમના પત્ની બન્નેને ગુનેગાર ઠેરવ્યા છે.
કેસમાં એવી બાબત સામે આવી હતી કે પત્નીએ ૨૩ લાખ રૂપિયાની સંપત્તિ ખરીદી અને પોતાની આવક ૧,૧૩૮ સામે ૪.૪૪ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે અધિકારીએ પોતાની પત્નીના નામ પર સંપત્તિની ખરીદી કરી હતી.
આ ગુનામાં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના ક્લાસ-૧ ડેવલપમેન્ટ અધિકારી જગદીશ રાઉતને ૫ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે તેમના પત્નીને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ઉમરગામના રહેવાસી આરોપી દંપતીને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ દોષિત ઠેરવીને ૨૦-૨૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
પત્નીને આ કેસમાં કથિત રીતે અધિકારીની આવક કરતા વધુની સંપત્તિ લેવા માટે દબાણ કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ જગદીશ રાઉતની સામે કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે ૧૯૯૦થી ૨૦૦૪ સુધીમાં મળતા સ્ત્રોત પ્રમાણે જગદીશની આવક૧૮ લાખ રૂપિયા થતી હતી પરંતુ પરિવારે ૬૪ લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો.
અધિકારી પર પોતાના નામ પર અને પત્ની તથા પરિવારના સભ્યોના નામે સંપત્તિ લેવાનો આરોપ હતો. આ સંપત્તિ જગદીશની આવક કરતા ૨૫૪.૭૪% વધારે કિંમતની હોવાનું માલુમ પડ્યું. કેસ ચાલ્યા બાદ કોર્ટે જાેયું કે દંપતી દ્વારા જમા કરાયેલી કુલ આવક કરતા ૨૬ લાખ વધુની સંપત્તિ હતી, જે આવકના સ્ત્રો કરતા ૧૪૪.૩૫% હતી.
કોર્ટે જગદીશ રાહુતને દોષિત ઠેરવ્યા, અને તેમની પત્ની હીનાને પણ સંપત્તિ મેળવવાા માટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે જાેયું કે તેમની પત્નીની આવક માત્ર ૧,૧૩૮ રૂપિયા હતી. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, “રેકોર્ડમાં એવું ક્યાંય સાબિત નથી થતું કે જે દર્શાવે કે હિનાએ કોઈ રીતે ધન ઉપાર્જન કર્યું હોય અને પછી તેનો ખર્ચ કરવામાં આવ્યો હોય.”
કોર્ટે એ પણ જણાવ્યું કે, જગદીશ રાઉતે જે સંપત્તિ ખરીદી છે તે મોટાભાગે પત્નીના નામે છે. લગ્ન સમયે તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નહોતો. લગ્ન પછી જ તેમણે સંપત્તિ વસાવી છે. કોર્ટ જણાવ્યું કે, “ચાલાકી વાપરીને હેરાફેરી કરી છે અને પછી પત્નીના નામે સંપતિ લીધી છે.” આ સાથે કોર્ટે એ પણ જાેયું કે જગદીશ રાઉત કે તેમના પત્નીએ તેમની સંપત્તિ, ખર્ચ અને આવકના તથ્યોને પડકાર્યા કે તેનો ઈનકાર કર્યો નથી.SSS