Western Times News

Gujarati News

PSIની પરીક્ષામાં ઉમેદવાર ડમી ડોક્યુમેન્ટ્‌સ સાથે ઝડપાતા ફરિયાદ

અમદાવાદ, રવિવારે લેવાયેલી PSIની ભરતી પરીક્ષાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના નવરંગપુરા સ્થિત એસ ડી સ્કૂલ ઓફ કોમર્સમાં હાજર એક ઉમેદવાર ડમી આધારકાર્ડ સાથે ઝડપાતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરતા હોલ ટિકિટ અને આધારકાર્ડ બંને પર અલગ-અલગ તારીખ હોવાથી તેની સામે ગુનો નોંધાયો છે. આધારકાર્ડમાં જન્મવર્ષ ૨૦૦૨ હતું જ્યારે હોલ ટિકિલમાં ૨૦૦૦ હતું. તો બીજી તરફ પરીક્ષામાં મોબાઈ લઈને બેસેલા એક ઉમેદવારની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મેમનગરમાં રહેતા રાજેશભાઈ પટેલ વિઝા એક્સેસ પોઈન્ટ નામે વિઝાનું ઉપરાંત સરકારી ભરતી હોવાથી ગુજરાત યુનિવર્સિટી તરફથી ખંડ નિરીક્ષક તરીકે પણ ફરજ બજાવે છે.

રવિવારે PSIની લેખિત પરીક્ષા હોવીથી રાજેશભાઈ ઉમેદવારોની હોલ ટિકીટ અને ઓળખપત્ર ચકાસી રહ્યા હતા. ત્યારે ભાવનગરનો એક ઉમેદવાર યદુરાજસિંહ હિતેન્દ્રસિંહ ચૂડાસમાની હોલ ટિકિટમાં ફોટોની ચકાસણી કરી હતી. તેની પાસે ઓળખપત્રની માંગણી કરતા તેણે પોતાની પાસે ઓળખપત્ર ન હોવાનું જણાવ્યું હતું.

આ દરમિયાન સેન્ટર પર હાજર પોલીસ સાથે મળીને તપાસ કરતા યદુરાજસિંહની હોલ ટિકિટ અને આધારકાર્ડમાં જન્મ તારીખ અલગ હોવાનું સામે આવ્યું હતું. આમ હોલ ટિકિટ અને અન્ય ડોક્યુમેન્ટમાં પણ જન્મ તારીખ અલગ હતી. જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં PSIની પરીક્ષા દરમિયાન એક બીજી ઘટના પણ સામે આવી છે.

જેમાં એક પરીક્ષા આપવા બેસેલા યુવક પાસેથી મોબાઈલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદના ગોમતીપુરમાં આવેલી સ્કૂલમાં પરીક્ષા દરમિયાન દિલીપ ડેઠવા નામના યુવકે ચાલુ પરીક્ષામાં પોતાન પાસે મોબાઈલ રાખ્યો હતો. આ દરમિયાન વર્ગખંડના નિરીક્ષક અનિલભાઈ પ્રજાપતિએ દિલીપ જેઠવાને મોબાઈલ સાથે પકડી પાડ્યો હતો. સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે દિલીપ સામે ગુનો નોંધ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.