યુક્રેનના સૂમીમાં ફસાયેલા ભારતીય છાત્રો માટે સુરક્ષિત કોરિડોર નથી મળી રહ્યો: યુએનમાં ભારત

કીવ, યુક્રેનમાં બગડતી સ્થિતિને લઈને ભારતે યુએનએસસીમાં ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યુ કે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે માનવીય કૃત્યોને રાજનીતિ સાથે ન જાેડવા જાેઈએ.
યુએનમાં ભારત તરફથી બોલતા ટીએસ ત્રિમૂર્તિએ કહ્યુ કે ભારતે માનવીય મદદ માટે યુક્રેન અને તેના પડોશી દેશોને સાત ખેપ પણ મોકલી છે. માનવતાના આધારે લોકોની મદદ કરવામાં આવી રહી છે. એ કોઈ ભેદભાવ વિના લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ પ્રયાસોનુ રાજનીતિકરણ ન થવુ જાેઈએ.
યુક્રેન મુદ્દે ચર્ચા દરમિયાન ત્રિમૂર્તિએ કહ્યુ કે યુક્રેનમાં બગડતી સ્થિતિ અને માનવીય સંકટને તરત જ ઉકેલવાની જરુર છે. યુએનના આંકડા અનુસાર લગભગ ૧૫ લાખ શરણાર્થીઓએ પડોશી દેશોમાં શરણ લીધી છે. આના કારણે એક મોટુ માનવીય સંકટ ઉભુ થયુ છે.
જેના પર તત્કાલ ધ્યાન આપવાની જરુર છે. ભારત સતત આ તણાવને જલ્દીમાં જલ્દી ખતમ કરવા માટે સતત અપીલ કરી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશોના નેતાઓ સાથે વાત કરી છે અને તત્કાલ સીઝફાયરની અપીલ પણ કરી છે. બંને દેશો સાથે વાતચીત દ્વારા સમાધાન કાઢવાની પણ પીએમ મોદીએ અપીલ કરી છે.
ત્રિમૂર્તિએ કહ્યુ કે રશિયા અને યુક્રેન સાથે તમામ કોશિશ બાદ પણ સૂમીમાં ફસાયેલા ભારતીય છાત્રોને સુરક્ષિત બહાર કાઢવા માટે હજુ સુધી કોઈ રસ્તો સામે આવી શક્યો નથી. આ છાત્રોને બહાર કાઞવા માટે સુરક્ષિત કોરિડોર હજુ સુધી મળી શક્યો નથી.
ભારતે સુરક્ષિત કોરિડોરની માંગ કરી છે જેથી માસૂન નાગરિકો અને છાત્રોને યુક્રેનમાંથી બહાર કાઢી શકાય. અમે આ વાતને લઈને ઘણા ચિતિંત છીએ કે બંને દેશો સાથે ઘણી વારની અપીલ બાદ પણ સૂમીથી ભારતીય છાત્રોને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર તૈયાર કરવામાં આવ્યો નથી.
માનવીય સંવેદનાઓ પર જાેર આપીને ત્રિમૂર્તિએ કહ્યુ કે માનવતા સાથે જાેડાયેલા કામ નિષ્પક્ષતાના સિદ્ધાંત પર આધારિત હોવા જાેઈએ. અમે અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ ભારતીયોને યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢી ચૂક્યા છે. ભારતે બીજા દેશોના નાગરિકોને પણ યુક્રેનથી બહાર નીકળવામાં મદદ કરી છે. ભારતે યુક્રેન અને પડોશી દેશોમાં દવા, પાણી, ટેન્ટ સહિત તમામ રાહત સામગ્રી મોકલી છે. અમે જરુરિયાતનો હજુ વધુ સામાન અહીં મોકલીશુ.HS