Western Times News

Gujarati News

ગોવામાં ચૂંટણીનાં પરિણામ બાદ હવે ગઠબંધનના વિકલ્પો શોધતી કોંગ્રેસ

પણજી, ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ રાજ્યમાં ગઠબંધનની શક્યતાઓ શોધી રહી છે. પાર્ટીએ ‘બીજેપી વિરોધી પાર્ટીઓ’ સાથે આવવાની જાહેરાત કરી છે.

મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ રાજ્યમાં આમ આદમી પાર્ટી (આપ) અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાથે ગઠબંધન માટે પણ તૈયાર છે. જ્યારે અગાઉ કોંગ્રેસે બંને પક્ષો પર ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. પાંચ રાજ્યો- પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મતદાન પૂર્ણ થયા બાદ ૧૦ માર્ચે મતગણતરી કરવામાં આવશે.

એક અહેવાલપ્રમાણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ગોવા ડેસ્ક ઈન્ચાર્જ દિનેશ ગુંડુ રાવે સોમવારે જણાવ્યું હતું કે, જે પણ પાર્ટી ભાજપની વિરુદ્ધ છે તેની સાથે અમે વાત કરીશું અને અમે તેમની સાથે આવવા તૈયાર છીએ. હું અત્યારે કોઈ ખાસ પક્ષની વાત નથી કરી રહ્યો જે પણ પક્ષ ભાજપને સમર્થન આપવા નથી માંગતો અમે તેમને જગ્યા આપવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન અમારી વિરુદ્ધ આપઅને ટીએમસીતરફથી અને અમારા દ્વારા તેમના વિરુદ્ધ ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા અને તે ચૂંટણી દરમિયાન હતું પરંતુ હવે પરિણામો પછી તે પક્ષોએ નક્કી કરવાનું છે કે તેઓ શું ઇચ્છે છે.

અમે એવી પાર્ટીઓ સાથે કામ કરવા માંગીએ છીએ જે ભાજપને સમર્થન નથી આપતી. રવિવારે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાવે આપઅને ટીએમસીપર ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, એક વાત બિલકુલ સ્પષ્ટ છે… તેઓ તેમના પ્રચારના સંદર્ભમાં ભાજપ વિરોધી છે. તેથી આપણે જાેવું પડશે કે તેઓ શું કરે છે.

રાવે કહ્યું કે, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી કોંગ્રેસના સંપર્કમાં છે. એમજીપીએ ટીએમસીસાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે. મહત્વની વાત એ છે કે, ટીએમસી સાંસદ અને પાર્ટીના ગોવાના પ્રભારી મહુઆ મોઇત્રાએ એક ટિ્‌વટ દ્વારા ગોવામાં ભાજપનો મુકાબલો કરવા માટે તમામ પક્ષોને એકસાથે આવવાનું આહ્વાન કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.