ધો. ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા હવે ૧૯થી ૨૮ એપ્રિલ દરમિયાન લેવાશે
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા ચાલુ વર્ષે ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૨૧ એેપ્રિલથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જાે કે, જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા બે દિવસ વહેલી એટલે ૨૧ એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા હવે ૧૯ એપ્રિલથી શરૂ થશે, જે ૨૮ એપ્રિલના રોજ પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ થતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ ૯થી ૧૨ તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઈ જવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો.
જેના પગલે ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો અને ૧૧ એપ્રિલથી શરૂ કરાવાની જાહેરાત કરાઈ હતી. જાે કે, હવે બોરિડ દ્વારા ફરી એકવાર ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાનો અગાઉ જે કાર્યક્રમ જાહેર કરાયો હતો તે અનુસાર પરીક્ષા તારીખ ૧૧ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન લેવાની જાહેરાત કરાઈ હતી. જાે કે, કોરોના નડતા તેણે બીજી વાર પાછળ લઈ જવાનો ર્નિણય લેવાયો હતો અને હવે જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના તારીખ ફરીવાર બદલવામાં આવી છે.
પુણે ખાતેના નવોદય વિદ્યાલય સમિતિ ક્ષેત્રિય કાર્યાલય દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે જવાહર વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ મેળવવા માટે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ ૨૦૨૨ સમગ્ર દેશમાં ૩૦ એપ્રિલના રોજ લેવામાં આવનાર છે. જેથી ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા નિયત થયેલી તારીખો પૈકી ૨૯ એપ્રિલ અને ૩૯ એપ્રિલમા ફેરફાર કરવા માટે વિનંતી કરી હતી. જેના લીધે શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.SSS