કોલેજ, શાળાઓની વિદ્યાર્થિનીઓનેે ‘સેલ્ફ ડીફેન્સ’ની ટ્રેનિંગ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ‘નારી તું નારાયણી’ આપણે ત્યાં કહેવત છે. સ્ત્રી શક્તિ છે એ અલગ અલગ સ્વરૂપે સમાજમાં જાેવા મળશે. બહેન, પુત્રી, પત્ની, બનીને નારી પોતાનું કર્તવ્વય નિષ્ઠાપૂર્વક બજાવતી નજરે પડશે. જે સ્ત્રી પારણું ઝુલાવી શકે છે તે રણચંડી બનીને દુશ્મનોનો સફાયો પણ કરી શકે છે.
રશિયા-યુક્રેન વચ્ચેના ભીષણ જંગમાં યુક્રેનની કેટલીય મહિલાઓએ હથિયાર ઉપાડ્યા છે. મા ભોમની રક્ષા કાજે મહિલાઓએ પુરૂષો સાથે ખભેખભા મિલાવી હથિયાર ઉપાયા હોય એવંુ અનેક વખત ઈતિહાસમાં નોંધાયુ છે.
આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓને સન્માનવા- એવોર્ડ આપવા સહિતના કાર્યક્રમો યોજાતા જાેવા મળે છે. સમાજમાં અલગ અલગ સંસ્થાઓ નારી સન્માન’ના કાર્યક્રમો યોજે છે. આધુનિક સભ્ય સમાજમાં ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે લોકોના માથા શરમથી ઝૂકી જતા હોય છે. આવા અનેક પ્રકારના બનાવો જાેવામાં આવ્યા છે.
જાે કે આપણે ત્યાં પોલીસ તંત્ર, ન્યાયતંત્રની અસરકારક કામગીરી-ઝડપી ન્યાયને કારણે અસામાજીક તત્ત્વો ગુનો કરતા ફફડે છે. અસામાજીક તત્ત્વો કે રોડ રોમિયો સામે આજના જમાનામાં મહિલાઓ યુવતિઓ સશક્ત બને એ જરૂરી છે. અને તેથી જ ‘સેલ્ફ ડીફેન્સ (આત્મરક્ષણ) માટે તેમને પધ્ધતિસર ની તાલીમ પણ આપવામાં આવે છે.
આવુ જ કામ ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) કરે છે. એબીવીપી શાળા-કોલેજાેમાં જતી વિદ્યાર્થીનિઓને ‘સેલ્ફ ડીફેન્સ’ની તાલીમ આપે છે. આ અંગે એબીવીપીના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી ‘મિશન સાહસી’ અંતર્ગત કોલેજ-શાળાની વિદ્યાર્થિનીઓને પધ્ધતિસર ની ટ્રેનિંગ આપવામાં આવેી રહી છે. જાે કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ કામગીરી અટકી હતી.
હવે સરકારી ગાઈડલાઈન હળવી થતાં આ અભિયાન પુનઃ શરૂ કરાશે. અત્યાર સુધીમાં અંદાજે એક લાખ જેટલી વિદ્યાર્થિનીઓને ‘સેલ્ફ ડીફેન્સ’ની તાલીમ આપવામાં આવી છે. આ ટ્રેનિંગ નિઃશુલ્ક આપવામાં આવે છે.શાળા-કોલેજની વિદ્યાર્થિની ઓએ ‘સેલ્ફ ડીફેન્સીંગની ટ્રેેેનિ્ેંાંગ લીધેલી હશે તો અસામજીક તત્ત્વો રોડ રોમિયોને ધોળા દિવસે તારા દેખાડી શકશે. આમ, સારા હેતુથી વિદ્યાર્થિનીઓએ ‘મિશન સાહસી’ હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં પુનઃઆ અભિયાન શરૂ કરાશે.