Western Times News

Gujarati News

ડુપ્લીકેટ વિમલ પાન મસાલા બનાવી વેચાણ કરનાર ત્રણની ધરપકડ

પ્રતિકાત્મક

કંપનીના નામ ટ્રેડમાર્કની ઉપયોગ કરી ઓરીજીનલ તરીકે દર્શાવતા હતા

(એજન્સી)અમદાવાદ, વિમલ પાન મસાલાના ડુપ્લીકેટ બનાવીને ડુપ્લીકેટ પાન મસાલાને ઓરીજનલ પાન મસાલા તરીકે માર્કેટમાં વેચાણ કરતા તથા વિમલ પાન મસાલા કંપનીના નામનો અને ટ્રેડમાર્કનો પણ ઉપયોગ કરી સાચા તરીકે દર્શાવી વેચાણ કરનાર ત્રણ આરોપીને બાપુનગર પોલીસે ઝડપી લીધા છે.

ઉત્તર પ્રદેશમાં રહેતા અને અમદાવાદ બાવળા હાઈવે મૌરયા ખાતે આવેલ મેગા પ્રોડકટ પ્રોસેસર પ્રાઈવેટ લીમીટેડ કંપની કે જે વિમલ પાન મસાલા બનાવે છે. તેનુુ પ્રતિનીધીત્વ ધરાવતા વિજયપ્રકાશ શ્રીવાસ્તવને માહિતી મળી હતી કે, એક લોડીગ રિક્ષામાં ત્રણ શખ્સો ડુપ્લીકેટ વિમલ પાન મસાલાના પેકીગ લઈને ગરીબનગર ચાર રસ્તાથી સ્ટેડીયમ ત્રણ રસ્તા થઈ હરદાસનગર તરફ જઈ રહયા છે.

જેના કારણે વિજયપ્રકાશભાઈએ આ અંગે પોલીસને જાણ કરીને બાદમાં બાપુનગર સ્ટેડીયમ ત્રણ રસ્તા પાસે આ રીક્ષાની વોચ ગોઠવીને બેઠા હતા. જાેત જાેતા આ રીક્ષા આવી પહોચી હતી. ત્યારે તેને સાઈડમાં રોકીને તપાસ કરતા કોઈપણ આધાર પુરાવા વગર વિમલ પાન મસાલા ડુપ્લીકેટ બનાવીને ડુપ્લીકેટ પાન મસાલા ઓરીજનલ પાન મસાલા તરીકે માર્કેટમાં વેચાણ કરતા હતા.

એટલું જ નહી વિમલ પાન મસાલા કંપનીના નામનો તથા ટ્રેડમાર્કનો ઉપયોગ પણ કર્યો હતો. જેથી પોલીસે ૧૪પ૬ પેકેટ જપ્ત કરીને ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. ત્રણેયના નામ પુછતા મહેશ ટાંકઉ રવીકુમાર દેવાણી, રવીકુમાર નાઈ હોવાનું જણાવ્યું હતું.

આ અંગે વિજયપ્રકાશભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે આઈપીસી તથા કોપીરાઈટ એકટ હેઠળ જુદી જુદી કલમો નોધી આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

ઈસનપુરમાં એપ્પલ કંપનીની ડુપ્લીકેટ એકસેસરીઝ વેચતા પ ઝડપાયાઃ ઈસનપુર ગોવિંદવાડી પાસે આવેલા ઉમિયા એજન્સી, મહેતા એજન્સી, કબીર વર્લડ ફોનવાલે વર્લ્ડ ઓફ મોબાઈલ નામની દુકાન ધારકો ગેરકાયદેસર રીતે એપ્પલ કંપનીના માર્કાવાળી ડુપ્લીકેટ મોબાઈલ એકસેસરીઝ રાખી વેચાણ કરતા હતા.

જેથી પોલીસે કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધી રૂ.૩.ર૪ લાખની એપ્પલ કંપનીની ડુપ્લીકેટ એકસેેસરીઝ જપ્ત કરી પાંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.