ખેડબ્રહ્મા કોલેજના બી.એ.ઓ.યુ. સેન્ટરનુ ગૌરવ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ડી.ડી. ઠાકર આર્ટસ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ના ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સેન્ટર ૧૭૦૪ ના સ્નાતક કક્ષાએ એક સાથે ત્રણ વિદ્યાર્થીઓએ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધારેલ છે.
જેમાં પારૂલબેન વિનોદભાઈ પ્રજાપતિને જાન્યુઆરી ૨૦૨૧, ચેતનાબેન કમજીભાઈ મેણાતને જુલાઈ ૨૦૨૧ ગુજરાતી વિષય સાથે ગોલ્ડ મેડલ મેળવેલ જ્યારે સોનલબેન મનોરભાઈ દેવડાએ જુલાઈ ૨૦૨૧માં અંગ્રેજી વિષય સાથે સિલ્વર મેડલ મેળવેલ છેે .આ ત્રણેય વિદ્યાર્થીઓને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ
ખાતે મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાનું ગૌરવ વધારનાર આ ત્રણેય વિદ્યાર્થીઓને સેન્ટર કોર્ડીનેટર ડૉ.હરપાલસિહ. પ્રા.ડૉ.રોહિત દેસાઈ, કિરણભાઈ પ્રજાપતિ, આચાર્યશ્રી ડૉ. વી.સી.નિનામા, સંચાલક મંડળ અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા