દીકરાના પહેલા બર્થ ડે પર હર્ષદીપે યોજી ગ્રાન્ડ પાર્ટી
મુંબઇ, ગત વર્ષ સિંગર હર્ષદીપ કૌર અને પતિ મનકીત સિંહ માટે સુખદાયી સાબિત થયું હતું. લગ્નના પાંચ વર્ષ બાદ વર્ષ ૨૦૨૧માં તેમના ત્યાં પારણું બંધાયું હતું અને તેઓ દીકરાના માતા-પિતા બન્યા હતા. જેનું નામ તેમણે હુનર પાડ્યું છે. હર્ષદીપ કૌર અને મનકીત સિંહનો દીકરો હુનર એક વર્ષનો થઈ ગયો છે.
હુનરના બર્થ ડે પર કપલે ગ્રાન્ડ પાર્ટી યોજી હતી. જેમાં પરિવારજનો અને ખાસ મિત્રોને આમંત્રિત કરાયા હતા. હુનરનો બર્થ ડે આમ તો ૨ માર્ચે હતો અને સેલિબ્રેશન પણ ત્યારે જ કરવામાં આવ્યું હતું. પરંતુ, હર્ષદીપ કૌરે હવે દીકરાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી છે. હર્ષદીપ કૌરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હુનરના પહેલા બર્થ ડે સેલિબ્રેશનની ઢગલો તસવીરો શેર કરી છે.
જેમા જાેઈ શકાય છે કે, બર્થ ડે પર હુનરે વ્હાઈટ શર્ટ, બ્લેક પેન્ટ અને જાંબલી બ્લેઝર પહેર્યું હતું. આ સાથે તેણે બ્લેક જૂતા પર પહેર્યા હતા. નાનકડો હુનર આ લૂકમાં એકદમ ક્યૂટ લાગતો હતો. મમ્મી હર્ષદીપ કૌરે પીચ અને સિલ્વર કલરનું સુંદર આઉટફિટ પહેર્યું હતું, તો પપ્પા મનકીત સિંહે દીકરા સાથે ટિ્વનિંગ કર્યું હતું.
હુનરના બર્થ ડે પર મ્યૂઝિકલ થીમ પર બનાવેલી કેક લાવવામાં આવી હતી. હર્ષદીપ કૌરે શેર કરેલી પોસ્ટની એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં હુનરને કેટલા દાંત છે, તેને કયું સોન્ગ ગમે છે, તે સમય પસાર કેવી રીતે કરે છે અને તેનું ફેવરિટ ફૂડ કયું છે તેની રસપ્રદ માહિતી આપતું બોર્ડ મૂકવામાં આવ્યું છે. તસવીરોના કેપ્શનમાં હર્ષદીપ કૌરે લખ્યું છે ‘પહેલો બર્થ ડે અદ્દભુત રહ્યો.
હુનરનો પહેલો બર્થ ડે અંગત મિત્રો અને પરિવારની હાજરીથી વધારે ખાસ બન્યો હતો’. આ સાથે તેણે બર્થ ડે પાર્ટીનું આયોજન કરનારી અને મહેમાનોને સ્વાદિષ્ટ ભોજન પીરસનારી ઈવેન્ટ કંપનીનો પણ તેણે આભાર માન્યો છે. હર્ષદીપ કૌરે બીજી પોસ્ટમાં હુનરની કેટલીક ક્યૂટ તસવીરોની સાથે કેક કટિંગની તસવીર પણ શેર કરી છે. બર્થ ડે પાર્ટીમાં હર્ષદીપ અને મનકીતના માતા-પિતા પણ હાજર રહ્યા હતા.
તમામે સાથે મળીને ખૂબ મસ્તી કરી હતી અને સાથે ડીજેના તાલે તેઓ નાચ્યા પણ હતા. તસવીરોની સાથે સિંગરે લખ્યું છે ‘હુનરની પહેલી બર્થ ડે પાર્ટીમાંથી પરિવાર સાથેની કેટલીક અમૂલ્ય ક્ષણો’. જણાવી દઈએ કે, હર્ષદીપ કૌર અને મનકીત સિંહના લગ્ન માર્ચ, ૨૦૧૫માં થયા હતા.SSS