ચારુ અને રાજીવ વચ્ચે લગ્ન પહેલાથી જ નહોતું કંઈ ઠીક
મુંબઇ, એક્ટર-કપલ ચારુ અસોપા અને રાજીવ સેનના લગ્નજીવનમાં કંઈ ઠીક ન હોવાની ખબરો છેલ્લા કેટલાક દિવસથી ફરીથી વહેતી થઈ છે. જૂન ૨૦૧૯માં સાત ફેરા લેનારા ચારુ અસોપા અને રાજીવ સેનના લગ્નને ત્રણ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે પરંતુ તેમની વચ્ચે સારા સંબંધો નથી. છેલ્લા ઘણા વર્ષમાં, એકવાર બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા.
મે ૨૦૨૦માં રાજીવ દિલ્હી રહેવા જતો રહ્યો હતો અને તેમણે પહેલી એનિવર્સરી પણ સાથે સેલિબ્રેટ કરી નહોતી. જાે કે, થોડા અઠવાડિયા બાદ તેમના સંબંધોમાં થોડો સુધારો આવ્યો હતો અને ફરીથી તેમણે ઓનલાઈન તેમની રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું.
નવેમ્બર, ૨૦૨૧માં ચારુ અસોપાએ દીકરીને જન્મ આપ્યો હતો. હાલમાં રાજીવ સેને તેની ર્રૂે્ેહ્વી ચેનલ પર દીકરી ઝિયાના સાથેની તસવીર શેર કરીને તે તેને મિસ કરી રહ્યો હોવાનો મેસેજ લખ્યો હતો. તેના પરથી તે અને ચારુ અસોપા સેપરેશનનું પ્લાનિંગ કરી રહ્યા હોય તેવી અફવા ઉડી હતી. ચારુ અસોપા ઝિયાના સાથે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયે વેકેશન માટે માતા-પિતાના ઘરે બિકાનેર ગઈ હતી.
બાદમાં તે ૨૭મી ફેબ્રુઆરીએ તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પિયરિયા સાથે ઉદયપુરની ટ્રિપ પર ગઈ હતી. રાજીવ તેમની સાથે ગયો નહોતો પરંતુ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર મેસેજ લખ્યો હતો. રાજીવે લખ્યું હતું કે ‘ઝિયાના તારા ડેડી પાસે પાછી આવી જા.
તારા માટે વધારે પડતું ટ્રાવેલિંગ સુરક્ષિત નથી. તને લાંબા સમયથી જાેઈ નથી. ફટાફટ આવી જા અને મારી સાથે રમ. કપલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ચારુ અને રાજીવ ફરીથી અસંગતતાના મુદ્દાનો સામનો કરી રહ્યા છે. તેમના લગ્ન થયા ત્યારથી જ કપલ વચ્ચે ક્યારેય ઠીક રહ્યું નથી.
ચારુ અને રાજીવ વચ્ચે લગ્ન પહેલા પણ કેટલાક ઈશ્યૂ હતા. લગ્ન બાદ તેમજ જ્યારે તેમનું બાળક આવી ગયું છે ત્યારે પણ સ્થિતિ જેમની તેમ છે. બંનેના પરિવારે હજી સુધી દખલગીરી કરી નથી. બંને એકબીજા વચ્ચે જે મતભેદ છે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હવે તેમની સાથે નાનું બાળક પણ સંકળાયેલુ છે ત્યારે બધુ ઠીક થઈ જશે તેવી આશા છે. રાજીવ અને ચારુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજીવે કોઈ જવાબ આપ્યો નહોતો, જ્યારે ચારુએ કહ્યું હતું કે ‘હું મુંબઈ પરત આવી ગઈ છું. પરંતુ આ મામલે કોઈ કોમેન્ટ કરવા ઈચ્છતી નથી’.SSS