વડોદરાઃ સિટી બસના ચાલકે બસ સ્ટેશનમાં યુવતીને કચડી નાંખી
વડોદરા, વડોદરામાં સિટી બસના ચાલકે વિદ્યાર્થીનીને કચડી નાખતા મોત નિપજ્યુ છે. બેફામ બનેલા સિટી બસ ચાલકે એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. બસ ચાલકે સુરતની વિદ્યાર્થીની પર બસ ચડાવી દીધી હતી. જેમાં વિદ્યાર્થીનીનુ મોત નિપજ્યુ છે. આ ઘટના બાદ સિટી બસ સંચાલકોએ બસ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. તેમજ સયાજીગંજ પોલીસે ડ્રાઈવર જયેશ પરમારની અટકાયત કરી છે.
વડોદરામના સિટી બસ સ્ટેશનમાં આ બનાવ બન્યો હતો. સિટી બસ સ્ટેશનમાં એન્ટ્રી સમયે જ એક ડ્રાઈવરની બેદરકારીએ વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. સિટી બસનો ડ્રાઈવર જયેશ પરમાર પોતાની બસ લઈને બસ સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો, ત્યાં સ્જી યુનિવર્સિટીમાં ભણતી એક વિધાર્થિની મોબાઈલ ફોન પર વાત કરતા કરતા પસાર થઈ રહી હતી.
જાેકે, જયેશ પરમારને તેની નજર સામે ચાલી રહેલી વિદ્યાર્થીની દેખાઈ ન હતી. તેણે યુવતીને બસ નીચે કચડી નાંખી હતી. સિટી બસના ડ્રાઈવર જયેશ પરમારની બેદરકારીથી એક વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતું. મૃતક વિદ્યાર્થીની સુરતની હોવાનુ અને શહેરના એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટના સિટી બસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
જેમાં ડ્રાઈવરની ઘોર નિષ્કાળજી જાેઈ શકાય છે. ઘટના બાદ આરોપી બસ ડ્રાઈવર જયેશ પરમારને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. સિટી બસ સંચાલકોએ બસ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તો સયાજીગંજ પોલીસે ડ્રાઈવર જયેશ પરમારની અટકાયત કરી હતી.SSS