અમેરિકામાં રશિયાના કોલસા, તેલ અને ગેસની એન્ટ્રી પર રોક લાગશે

વોશિગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને રશિયાથી ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને કોલસાની આયાત પર પ્રતિબંધ લગાવવાનો ર્નિણય કર્યો છે. યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે અમેરિકાએ તેની અર્થવ્યવસ્થાને સખત માર મારવા માટે આ ર્નિણય લીધો છે. અમેરિકા સહિત યુરોપના ઘણા દેશો તેના પર પહેલાથી જ કડક આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકીએ યુએસ અને અન્ય પશ્ચિમી દેશોના અધિકારીઓને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવા વિનંતી કરી હતી. તેને જાેતા અમેરિકાએ રશિયા પર દબાણ લાવવા માટે ક્રૂડ ઓઈલની સાથે કોલસા અને કુદરતી ગેસની આયાત બંધ કરવાનો ર્નિણય લીધો છે.
વિશ્વની સૌથી મોટી તેલ અને ગેસ કંપનીઓમાંની એક બીપી અને શેલે જાહેરાત કરી છે કે તેઓ રશિયા પાસેથી તેલ અને ગેસની કોઈ નવી ખરીદી નહીં કરે. જાે કે, તે તરત જ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું બંધ કરી શકતી નથી કારણ કે તેના રશિયન કંપનીઓ સાથે લાંબા ગાળાના કરાર છે. ઉપરાંત, તેઓને આટલી જલ્દી નવા વિકલ્પો શોધવામાં મુશ્કેલી પડશે.
પ્રતિબંધના ર્નિણયની જાણકાર વ્યક્તિને ટાંકીને અહેવાલ આપ્યો છે કે બિડેન મંગળવારે સવારે પ્રતિબંધની જાહેરાત કરી શકે છે. અમેરિકા આ ??મામલે એકલા હાથે આગળ વધી શકે છે, જ્યારે તે યુરોપિયન દેશો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખશે. યુરોપિયન દેશો તેમની ઉર્જા જરૂરિયાતો માટે રશિયા પર ખૂબ આધાર રાખે છે.
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પહેલા જ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત પર રોક લગાવવાના સંકેત આપી ચૂક્યા છે. આ પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ ઇં ૧૪૦ પર પહોંચી ગઈ છે. ૨૦૦૮ પછી કાચા તેલની આ સૌથી ઊંચી કિંમત છે.
અમેરિકા અને યુરોપિયન દેશોના કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ સોમવારે આ મામલે તીખી પ્રતિક્રિયા આપી અને ધમકી આપી કે તે યુરોપને ગેસ સપ્લાય બંધ કરી દેશે. આ સાથે તેણે કહ્યું કે જાે તે ઈચ્છે તો ક્રૂડ ઓઈલની કિંમતોને ઇં૩૦૦ સુધી લાવી શકે છે.
રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું, “તે એકદમ સ્પષ્ટ છે કે જાે રશિયન તેલને નકારવામાં આવશે, તો વૈશ્વિક બજાર પર તેના ભયંકર પરિણામો આવશે.” ક્રૂડ ઓઈલના ભાવમાં આટલો વધારો થશે, જેની આગાહી કરી શકાતી નથી. જાે તે વધુ ન વધે તો પણ તે પ્રતિ બેરલ ઇં૩૦૦ હશે.HS