Western Times News

Gujarati News

ચિરિપાલ ગ્રૂપે નારીશક્તિ અને સમાનતા પ્રદર્શિત કરવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતીક બનાવવા 230 મહિલા કર્મચારીઓએ માનવીય સાંકળ બનાવી

અમદાવાદઃ ટેક્સટાઇલથી લઈને શિક્ષણ ક્ષેત્રોમાં કાર્યરત ચિરિપાલ ગ્રૂપે તેના મહિલા કર્મચારીઓના અદમ્ય જુસ્સાને બિરદાવવા તથા ગ્રૂપની વૃદ્ધિ અને સફળતામાં મહિલા કર્મચારીઓના યોગદાનને સન્માનિત કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની ભવ્ય ઉજવણી કરી હતી.

વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં મહિલા કર્મચારીઓની મોટી સંખ્યા ધરાવતું ચિરિપાલ ગ્રૂપ દ્રઢપણે મહિલા સશક્તિકરણ અને સમાનતામાં માને છે, જે ગ્રૂપની કાર્યશૈલીનું અભિન્ન અંગ છે.

કંપનીના હેડક્વાર્ટર અને ઉત્પાદન પ્લાન્ટ્સ પર 500થી વધુ મહિલા કર્મચારીઓએ મહિલા દિવસની ઉજવણી કરી હતી અને મહિલા દિવસના પ્રતીક સ્વરૂપે માનવીય સાંકળ બનાવી હતી, જે મહિલાઓની સમાનતા સાથે સંલગ્ન આશા અને કામગીરી માટે મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગની ઉજવણી કરવા ગ્રૂપે ફોટો સેલ્ફી બૂથ સાથે સેલિબ્રિટી રેડિયો જોકી, પ્રોફેશનલ સિંગર્સ સાથે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું તેમજ આ યાદગાર પ્રસંગે સ્વાદિષ્ટ વાનગીઓ સાથે જમણવાર રાખવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં સામેલ થયેલા ગ્રૂપના પ્રમોટર્સ અને સીનિયર મેનેજમેન્ટે તેમના કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રોફેશનલ ડીજેએ તમામ મહિલાઓ દિલથી ડાન્સ કરવા માંડે એ પ્રકારનું ટેપિંગ મ્યુઝિક સંભળાવ્યું હતું. બોલીવૂડના હિટ સોંગ ગાઈને પ્રોફેશનલ ગાયકે તેમને મનોરંજન પ્રદાન કર્યું હતું. શાંતિ બિઝનેસ સ્કૂલ (એસબીએસ)નું મેદાન અતિ મનોરંજક કાર્યક્રમની ઉજવણી કરવા મહિલા દિવસની ઉજવણી કરવા આદર્શ સ્થાન હતું.

સેલિબ્રિટી શેફ હીના ગોરે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પોષણના મહત્વ વિશે વાત કરી હતી. કંપનીનો ધોળી ખાતેનો પ્લાન્ટ જે આસપાસના ગામડાઓમાંથી ઘણી મહિલાઓને રોજગારી આપે છે ત્યાં ગરબા, રંગોળી સ્પર્ધા અને મ્યુઝિકલ ચેર ઇવેન્ટનું આયોજન થયું હતું, મહિલા કર્મચારીઓને આ પ્રસંગે સુંદર ભેટ પણ આપવામાં આવી હતી.

કંપનીની મહિલા કર્મચારીઓ અને તેમના સંબંધીઓ જાણીતી હોસ્પિટલમાં સ્તન કેન્સર ચેકઅપ/મેમોગ્રાફી ટેસ્ટ 50% ડિસ્કાઉન્ટ દરે કરાવી શકે એવી પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.

ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે કહ્યું હતું કે, “ચિરિપાલ ગ્રૂપ અમારી તમામ મહિલા કર્મચારીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધા અને કામ કરવા માટે શ્રેષ્ઠ સ્થિતિ પ્રદાન કરવા કટિબદ્ધ છે તથા કોઈ પણ પ્રકારના ભેદભાવ અને પૂર્વગ્રહ વિના શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે.

અમે પ્રામાણિકતા અને કટીબદ્ધતાની કદર કરીએ છીએ તથા અમારી કંપનીમાં મહિલા કર્મચારીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારના અન્યાયને ચલાવતા નથી. અમે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીએ એ તમામ મહિલાઓને બિરદાવીએ છીએ, જેમણે અમને અમારી વૃદ્ધિ અને સફળતા માટેની સફરમાં મદદ કરી છે.

અમે આસપાસના ગામડાઓમાં રહેતી મહિલાઓનું સશક્તિકરણ કરવા તેમને ઉત્પાદનની પ્રક્રિયામાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા તાલીમ આપીએ છીએ અને તેમના માટે રોજગારીની તકો ઊભી કરીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.